
વર્તમાનમાં ગૂગલ દ્વારા કર્મચારીઓની છટણી કરવામાં આવી
ગ્રાહક માંગ ઘટવાની આશંકાએ વિશ્વભરમાં મંદીનો ઓછાયો ફેલાઈ રહ્યો છે.જેમાં કોરોનાકાળ અને બાદમાં ઝડપથી વૃદ્ધિ પામેલા આઈ.ટી સેક્ટરને ઓટનો સામનો કરવો પડ્યો છે.જેમાં ટ્વિટર,એમેઝોન,માઈક્રોસોફ્ટ અને મેટા સહિતની ટોચની કંપનીઓની સાથે અગાઉ જાહેર કર્યા અનુસાર ગૂગલની પેરન્ટ આલ્ફાબેટે 12,000 નોકરીઓ કાપવાનો નિર્ણય કર્યો છે.આમ એચ.આર કન્સલ્ટિંગ ફર્મ ચેલેન્જર,ગ્રે એન્ડ ક્રિસમસ ઇન્ક અનુસાર 2022માં સૌથી વધુ નોકરીમાં કાપ ટેક સેક્ટરમાં જોવા મળ્યો હતો.જેમાં ગત વર્ષે 97,171 છંટણી થઈ હતી,જે અગાઉના વર્ષની સરખામણીમાં 649 ટકા વધુ છે.આમ ગૂગલે નેક્સ્ટ જનરેશન પિક્સેલબુક લેપટોપ રદ્દ કરીને ક્લાઉડ ગેમિંગ સેવા,સ્ટેડિયાને કાયમી ધોરણે બંધ કરીને ખર્ચ ઘટાડવાના તબક્કાવાર પગલાં લીધાં છે. જેમાં જાન્યુઆરીની શરૂઆતમાં આલ્ફાબેટના બાયોટેક યુનિટ વેરિલીએ જણાવ્યું હતું કે તેઓ 15 ટકા સ્ટાફને છુટ્ટા કરશે.