
વર્તમાનમાં સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ જોવા મળ્યો
વર્તમાનમાં બજેટમાં સોના-ચાંદી પર કસ્ટડી ડ્યૂટી વધારવાની જાહેરાત કરાયા બાદ સોનું 57,910ના ઓલટાઈમ હાઈસ્તરે પહોંચી ગયું હતું અને એમસીએક્સ પર 1.11 ટકા ચઢીને રૂ.58,525એ પહોંચી ગયું છે.જ્યારે ચાંદી પણ 2.06 ટકાના વધારા સાથે રૂ.71280ના ભાવે પહોંચી ગઈ હતી.આમ એમસીએક્સ પર સોના-ચાંદીનો આ ભાવ ક્રમશઃ5 એપ્રિલ અને 3 માર્ચનો વાયદો છે.જેમા આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને ઘરેલુ માંગને લીધે સોનાના ભાવમાં છેલ્લા 4 મહિનામાં રૂ.9000 પ્રતિ 10 ગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે.ત્યારે નવા વર્ષના પ્રથમ મહિનામાં સોનાના ભાવમાં રૂ.4000નો ઉછાળો જોવા મળ્યો છે.ત્યારે બજેટ આવ્યા બાદ સોનાનો ભાવ રૂ.65,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાની શક્યતાઓ વધી ગઈ છે,જ્યારે બીજીતરફ ચાંદીમાં પણ ઉછાળો જોવા મળશે.આમ બજેટ ભાષણમા નાણામંત્રીએ કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી.