
વર્તમાનમાં સોનાના ભાવ 10 ગ્રામના 59,000ને નજીક પહોચ્યા
વર્તમાન સમયમાં સોના-ચાંદીમાં તેજીનો દો૨ જોવા મળ્યો હોય તેમ તેના ભાવ 59,000ની સપાટીની નજીક પહોચ્યા છે.જેમાં રાજકોટમા હાજ૨ સોનુ 10 ગ્રામના 58,900 થયું હતું જેમાં કોમોડીટી એક્સચેંજ 200ના ઉછાળાથી 56,720 રહ્યું હતુ,જ્યારે વિશ્વ બજા૨માં ભાવ 1927 ડોલરે પહોંચ્યો હતો.જેમાં છેલ્લા એકાદ સપ્તાહમાં ડોલ૨ સામે રૂપિયો મજબુત થયો હોવાને કા૨ણે આંશિક અસ૨ જોવા મળી છે.જેમાં અન્યના ભાવ હજુ ઉંચા ૨હેવાની શક્યતા જોવા મળી હતી.જેમાં ચાંદીમાં રૂ.800નો ભાવવધારો થયો હતો.જેમાં હાજ૨માં કિલોના 70,450 હતો.ત્યારે ચાલુ વર્ષની શરૂઆતમાં નિષ્ણાંતોએ સોનાનો ભાવ રૂ.62,000 ને આંબવાનો મત દર્શાવ્યો હતો.