
વર્તમાનમાં સોના-ચાંદીમાં આચંકા બાદ ભાવ ફરી ઉંચકાયા
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.જેમા વિશ્વ બજારમાં ભાવ વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતા કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ફરી ઉંચકાઈ હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં તેજીનો માહોલ ફરી જોવા મળ્યો હતો.ત્યારે અમદાવાદ બજારમા આજે સોનાના ભાવમાં 10 ગ્રામના રૂ.400 વધી 99.50ના રૂ.59,000 તથા 99.90ના રૂ.59,200 રહ્યા હતા.ત્યારે અમદાવાદમાં ચાંદી ઘટતા કિલોના રૂ.68 હજારના મથાળે શાંત રહ્યા હતા.આમ વિશ્વ બજારમા ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી આજે ફરી વધી ગયા હતા.જેમાં મુંબઈ સોના-ચાંદીમા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.