
ગૌતમ અદાણી ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થયા
અદાણી ગ્રુપની કંપનીઓના શેરો સતત નીચા ચાલુ રહ્યા છે.જેને પગલે ગૌતમ અદાણી વર્તમાનમાં વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.આમ બ્લુમબર્ગના બીલીયોનર ઇન્ડેકસ મુજબ વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી 11મા સ્થાને નીચે ઉતરી ગયા છે અને તેમની કુલ સંપતિ ઘટીને 84.4 અબજ ડોલર પર આવી ગઇ છે.અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીની સંપતિમાં ચાલુ જાન્યુઆરી મહિના દરમ્યાન 36 અબજ ડોલરનું ધોવાણ થયુ છે.જેમાં હિડનબર્ગના રીપોર્ટ બાદ સતત ચાર દિવસથી અદાણી ગ્રુપના શેરો તૂટતા હોવાથી ટોપ-10 ધનિકોના લીસ્ટમાંથી બહાર થયા છે.