ફોર્ચ્યુનના 500 લિસ્ટમા એલ.આઈ.સીનો પ્રવેશ થયો

Business
Business

ભારતીય શેરબજારમાં તાજેતરમાં લિસ્ટ થનાર જીવન વીમા નિગમએ નવી ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં સ્થાન મેળવ્યું છે.આ સિવાય ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ યાદીમાં 51 સ્થાનની છલાંગ લગાવી છે.આમ ફોર્ચ્યુન 500ની યાદીમાં લિસ્ટેડ કંપનીઓના વેચાણને આધારે ક્રમ આપવામાં આવે છે.જેમાં રિલાયન્સ 93.98 અબજ ડોલરની આવક અને 8.15 અબજ ડોલરના ચોખ્ખા નફા સાથે 19 વર્ષથી યાદીમાં છે. આમ વૈશ્વિક સ્તરે અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટ ટોચના સ્થાને છે.ફોર્ચ્યુનની આ યાદીમાં કુલ નવ ભારતીય કંપનીઓ છે,જેમાંથી પાંચ જાહેર ક્ષેત્રની અને ચાર ખાનગી ક્ષેત્રની કંપનીઓ છે.ભારતીય કંપનીઓમાં એલ.આઈ.સી જ રિલાયન્સથી ઉપર છે.આ સિવાય ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન 142મા સ્થાને છે,ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન 190 પર છે.આ યાદીમાં ટાટા જૂથની બે કંપનીઓ ટાટા મોટર્સ 370માં ક્રમે જ્યારે ટાટા સ્ટીલ 435મા ક્રમે છે.રાજેશ એક્સપોર્ટ્સ યાદીમાં 437મા સ્થાન સાથે અન્ય ખાનગી ભારતીય કંપની છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 236મા સ્થાને અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 295મા સ્થાને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.