કોકાકોલાના 200 એમએલના ભાવ રૂા.5 ઘટવા પામ્યા

Business
Business

ભારતના કોલા બજારમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રીટેલના પ્રવેશથી અફડાતફડી સર્જાવાની ધારણા જોવા મળી રહી છે.ત્યારે પ્રથમવાર તેની અસર મલ્ટીનેશનલ કંપનીઓ પર પણ પડશે.જેમાં કોલાકોલાએ રિલાયન્સની કેમ્પા કોલાની સામે તેની 200 એમએલની બોટલના ભાવમાં રૂ.5નો ઘટાડો કર્યો છે.એકતરફ ઉનાળામાં સોફટડ્રીંકની ડિમાન્ડ વધે તેવી શકયતા છે.તે સમયે માર્કેટમાં સ્પર્ધા સર્જાશે તેવું માનવામાં આવી રહ્યું છે.મુકેશ અંબાણીની કંપનીએ એકસમયે ભારતમાં લોકપ્રિય બનેલી કેમ્પા કોલા બ્રાન્ડને ખરીદી લીધી છે અને ટુંક સમયમાં માર્કેટમાં ધુમ મચાવશે તેવો સંકેત છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.