કોરોનાસમયમાં લોકોમાં કેશ રાખવાનું ચલણ વધ્યું, સરેરાશ 17 ટકા વધુ રહેશે કરન્સીનું સરક્યુલેશન

Business
Business

કોરોના સમયમાં ડિજિટલ લેણ-દેણમાં વૃદ્ધિ તો થઇ, પરંતુ લોકોને કેશ પર સૌથી વધુ ભરોસો રહ્યો છે. લોકડાઉન દરમિયાન સમય સમયની જરૂરીયાત માટે લોકોએ બેંકમાં કેશ કાઢવા પર પોતાની પાસે રાખવાનું ઉચીત સમજ્યું. જેના કારણે નાણા વર્ષ 2020-21માં નોટોના સરક્યુલેશન સરેરાશની નજીક 17 ટકા વધુ રહ્યું. ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2020-21ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી.

રિપોર્ટના જણાવ્યા અનુસાર, નાણાવર્ષમાં સરક્યુલેશનમાં ઉપસ્થિત બેન્ક નોટનું મૂલ્ય 16.8 ટકા, જ્યારે તેની સંખ્યા વધી 7.2 ટકા વધી ગઇ છે. રિઝર્વ બેન્કે જણાવ્યું કે મહામારીની શરૂઆતની સાથે હવે અર્થવ્યવસ્થામાં કેશની વધુ માગ વધી તો તેઓએ બેન્કમાં નોટોની વધતી માગને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. દેશમાં નવા નોટોની સપ્લાઇ જાળવી રાખવા માટે દરેક મુલ્યવર્ગના બેંક નોટોને કરન્સી વેસ્ટમાં સ્ટોક રાખવાનું નક્કી કર્યું. કરન્સી આ સરક્યુલેશન (સીઆઇસી)માં બેંકનોટ અને સિક્કા બન્ને સામેલ છે. અત્યારે આરબીઆઇ 2,5,10,20,50,100,200,500 અને 2000 રૂપિયાના મૂલ્ય વર્ગમાં નોટ રજૂ કરે છે. સીઆઇસીમાં 50 પૈસા, 1,2,5,10 અને 20 રૂપિયાના સિક્કાનો સમાવેશ થાય છે.

છેલ્લા એક દાયકામાં દેશમાં બેંકનોટની માત્રા વધી બમણી થઇ ચૂકી છે. વર્ષ 2009-10માં 5654.9 કરોડ નોટ સરક્યુલેશનમાં હતી. વર્ષ 2019-20માં તેની સંખ્યા વધી 11597.7 કરોડ અને 31 માર્ચના પૂર્ણ થતા નાણાવર્ષ 2020-21માં આંક વધી 12436.7 કરોડ નોટ સુધી પહોંચ્યો છે.

મૂલ્યના સંદર્ભમાં ધ્યાનમાં લઇએ તો 31 માર્ચ 2021ના જેટલી નોટ સરક્યુલેશનમાં હતી તેના કુલ મૂલ્યમાં 500 અને 2000 રૂપિયાની નોટની ભાગીદારી વધી 85.7 ટકા પર પહોંચી છે. એક વર્ષ પહેલા 31 માર્ચ 2020ના આ ભાગીદારી 83.4 ટકા હતી, માત્રાના સંદર્ભમાં જોઇએ તો 31 માર્ચ 2021ના જેટલી નોટ સરક્યુલેશનમાં હતી તેમાં સૌથી વધુ 31.1 ટકા ભાગીદારી 500 રૂપિયા મૂલ્યવર્ગના નોટની હતી. ત્યારપછી 23.6 ટકા ભાગીદારી સાથે 10 રૂપિયાના મૂલ્યવર્ગના નોટ બીજા ક્રમ પર રહી હતી.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બેંકનોટની સિક્યોરિટી પ્રિંટિંગ પર 1 જુલાઇ 2020ના 31 માર્ચ 2021 વચ્ચે 4012.1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. જે અગાઉના વર્ષે આ સમગાળામાં ખર્ચની રકમની તુલનામાં 9.11 ટકાનો ઘટાડો દર્શાવે છે. 1 જુલાઇ 2019થી જૂન 2020 વચ્ચે નોટોની સિક્યોરિટી પ્રિંટિંગ પર 4377.8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

જ્યાં સુધી નકલી નોટની વાત છે ત્યારે રિપોર્ટમમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020-21 દરમિયાન કુલ 208625 નકલી નોટ પકડવામાં આવી હતી. આ અગાઉના વર્ષે 2019-20માં પકડવામાં આવેલ 296695 નકલી નોટથી 29.68 ટકા ઓછી છે. જેનાથી પાછલા વર્ષે 2018-19માં 317384 નકલી નોટ પકડવામાં આવી છે. બેંકિંગ સેક્ટરમાં પકડવામાં આવેલ કુલ નકલી નોટમાં 3.9 ટકા રિઝર્વ બેન્ક અને બાકી 96.1 ટકા અન્ય બેંકોએ પકડી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.