ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું હવે થઈ જશે સરળ, UPIથી કરી શકાશે લિંક

Business
Business

ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPIનો ઉપયોગ કરતા કરોડો લોકોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક સારા સમાચાર આપ્યા છે. હવે UPI દ્વારા માત્ર સેવિંગ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટથી જ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ (Credit card payments )કરવું શક્ય બનશે. રિઝર્વ બેંક ટૂંક સમયમાં આ સુવિધા શરૂ કરવા જઈ રહી છે.

RuPay ક્રેડિટ કાર્ડથી શરૂઆત કરવામાં આવશે

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મોનેટરી પોલિસી કમિટીની જૂનની બેઠક બાદ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રિઝર્વ બેંકે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ક્રેડિટ કાર્ડ દ્વારા UPI ચુકવણીની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. તેની શરૂઆત RuPay ક્રેડિટ કાર્ડથી કરવામાં આવશે. બાદમાં માસ્ટરકાર્ડ અને વિઝા સહિતના અન્ય ગેટવે પર આધારિત ક્રેડિટ કાર્ડ માટે પણ આ સુવિધા શરૂ કરી શકાય છે. આનાથી તે લોકો માટે સરળતા રહેશે જેઓ જરૂર પડ્યે ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડશે અથવા તેમાંથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. આ બંને સ્થિતિમાં લોકોએ વધારાની ફી અને ટેક્સ ચૂકવવો પડે છે.

ઇ-મેન્ડેટ માટે મર્યાદા 3 વખત વધારવામાં આવી

આ સાથે રિઝર્વ બેંકે સબસ્ક્રિપ્શન પેમેન્ટને પણ સરળ બનાવ્યું છે. પછી તે કોઈપણ OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન હોય કે શાળાની ફી ભરવાનું હોય, ગેસનું બિલ હોય કે મોબાઈલ-બ્રૉડબેન્ડ માટેનું માસિક બિલ હોય રિઝર્વ બેંકે આવી રિકરિંગ પેમેન્ટ્સ માટે ઈ-મેન્ડેટ ફરજિયાત બનાવ્યું છે. ઈ-મેન્ડેટ ફરજિયાત બનાવ્યા બાદ રિઝર્વ બેંકે આવા વ્યવહારો માટે મર્યાદા નક્કી કરી છે. હવે આ મર્યાદા 3 વખત વધારવામાં આવી છે. અગાઉ આવા વ્યવહારો માટે 5000 રૂપિયાની મર્યાદા હતી. હવે ઈ-મેન્ડેટ દ્વારા 15,000 રૂપિયા સુધીના વ્યવહારો કરી શકાશે. RBI ગવર્નર દાસે કહ્યું કે, આ બંને પગલાં ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.