મહોરમના કારણે અહીં બેંકો બંધ રહેશે, જુલાઈ મહિનામાં ૧૫ દિવસ બેંકો રહેશે બંધ

Business
Business

નવી દિલ્હી, જુલાઇમાં બેંકોમાં અડધા મહિનાની રજા રહેશે. જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો ૧૫ દિવસ માટે બંધ રહેશે. સપ્તાહ સિવાય, બેંકો જુલાઈ મહિનામાં મોહરમ, ગુરુ હરગોબિંદ જીની જન્મજયંતિ, આશુરા અને કેર પૂજા જેવા પ્રસંગોએ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર, ૮ રાજ્યની રજાઓ છે, જે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે આવવાની છે.

જમ્મુ અને શ્રીનગરમાં ૫મી જુલાઈએ ગુરુ હરગોબિંદ જીના જન્મદિવસના અવસરે અને આઈઝોલમાં ૬ઠ્ઠી જુલાઈએMHIPડે પર બેંકો બંધ રહેશે. ૧૧ જુલાઈએ કેર પૂજાના અવસર પર સમગ્ર ત્રિપુરામાં બેંક રજા રહેશે. ૨૯મી જુલાઈએ મોહરમનો તહેવાર છે, આ દિવસે ઘણા રાજ્યોમાં બેંક રજા રહેશે. ત્રિપુરા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મહોરમના કારણે બેંકો બંધ રહેશે. જુલાઈમાં બેંકની રજાઓ દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે કારણ કે રજાઓ સ્થાનિક તહેવારોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

જો તમારી પાસે બેંકની શાખામાં કોઈ કામ હોય તો તેને જલદીથી પતાવી દો, પરંતુ જો એટીએમ, રોકડ જમા, ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવા કામ હોય તો તમે તેને ઘરે બેઠા ડિજીટલ પણ કરી શકો છો. જો કે, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલતા અથવા જમા કરાવતા પહેલા રજાઓની યાદી તપાસી લે. ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર છે.

રજા કયારે હશે…………..

 નવી દિલ્હી,  જુલાઇમાં બેંકોમાં અડધા મહિનાની રજા રહેશે. જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો ૧૫ દિવસ માટે બંધ રહેશે. સપ્તાહ સિવાય, બેંકો જુલાઈ મહિનામાં મોહરમ, ગુરુ હરગોબિંદ જીની જન્મજયંતિ, આશુરા અને કેર પૂજા જેવા પ્રસંગોએ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર, ૮ રાજ્યની રજાઓ છે, જે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે આવવાની છે. રજા ક્યારે હશે તે નીચે મુજબછે.

¨ રવિવાર ૨જી જુલાઈ
¨ ગુરુ હરગોવિંદની જન્મજયંતિ ૫મી જુલાઈએ છે
¨ MHIP દિવસ નિમિત્તે ૬ જુલાઈએ મિઝોરમમાં રજા
¨ બીજો શનિવાર ૮મી જુલાઈ
¨ ૯મી જુલાઇ રવિવારના રોજ રજા
¨ ૧૧ જુલાઈએ કેર પૂજાના કારણે ત્રિપુરામાં રજા
¨ ૧૩મી જુલાઈએ ભાનુ જયંતિના કારણે સિક્કિમમાં રજા
¨ ૧૬મી જુલાઇ રવિવાર
¨ યુ તિરોટ સિંગ ડે પર ૧૭ જુલાઈએ મેઘાલયમાં રજા
¨ ૨૧ જુલાઈના રોજ સિક્કિમમાં ડ્રૂકપા ત્શે-ઝી દિવસની રજા
¨ ચોથો શનિવાર ૨૨ જુલાઈ
¨ રવિવાર ૨૩ જુલાઈ
¨ જમ્મુ અને શ્રીનગરમાં ૨૮ જુલાઈએ આશુરાના કારણે રજા
¨ ૨૯મી જુલાઈએ મહોરમના કારણે ઘણા રાજ્યોમાં રજા છે
¨ ૩૦મી જુલાઇ રવિવારના કારણે રજા
¨ પંજાબ અને હરિયાણામાં ૩૧ જુલાઈએ શહીદ દિવસની રજા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.