ઓસ્ટ્રેલિયામાં રતન ટાટાને સન્માજનક પદ મળ્યુ

Business
Business

ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાના નામે વર્તમાનમા વધુ એક સિદ્ધી ઉમેરાઇ છે.જેમા ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલે જાહેરાત કરી હતી કે ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારતના વેપાર અને પરોપકાર માટે વિશેષ સેવા બદલ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયામાં નિમણૂક અપાઈ છે.2022 સુધી ટાટા સન્સના ચેરમેન એમિરેટ્સ તેમજ ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાની કુલ સંપત્તિ રૂ.3800 કરોડ છે.ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે તેમના સમર્થનની માન્યતામાં તે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ અધિકારી તરીકે નિમણૂક સાથે ઔપચારિક રાષ્ટ્રીય માન્યતાને યોગ્ય છે.જેમા તેમના કામમાં સ્વાસ્થ્ય,પોષણ,શિક્ષણ,પાણી,કૃષિ, પર્યાવરણ અને ઊર્જા,સામાજિક ન્યાય તથા સમાવેશન,ડિજિટલ પરિવર્તન,આપત્તિ રાહત અને મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણ સહિત વ્યાપક ક્ષેત્રોમાં વિકાસનું સમર્થન કરવું અને અવસર પેદા કરવાનું સામેલ છે.આ સિવાય ટાટા ફેમિલીના ટ્રસ્ટ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા સ્કોલરશિપ આપવામાં આવે છે.ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ ઓસ્ટ્રેલિયામાં ઇસ.1998થી અસ્તિત્વમાં છે જે 17,000 કર્મચારીઓને ઓસ્ટ્રેલિયામાં રોજગાર આપનાર સૌથી મોટી ભારતીય કંપની પણ બની છે.રતન ટાટાને વ્યવસાય,ઉદ્યોગ, એન્જિનિયરિંગ,નેતૃત્વ,સંસ્કૃતિ અને શાંતિ ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર તેમજ પ્રશંસા મળી ચૂકી છે.જેમાં ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટી દ્વારા અપાયેલી ડોક્ટર ઓફ બિઝનેસની માનદ ઉપાધિ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.