ટાટા ગ્રુપ ભારતમાં મોડર્ના કંપનીની કોવિડ-19 વેક્સિન લોન્ચ કરે એવી શક્યતા

Business
Business

ટાટા ગ્રુપ ભારતમાં અમેરિકાની મોડર્ના કંપનીની કોવિડ-19 વેક્સિન લોન્ચ કરે એવી શક્યતા છે.આ વિશે ટાટા ગ્રુપની અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે.જો આ વાતચીત સફળ રહેશે તો ભારતના લોકોને કોવિડ માટે ત્રીજો ઓપ્શન પણ મળી રહેશે.આમ નોંધનીય છે કે અત્યારે ભારત સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરેલી કોવિશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી કો-વેક્સિનને માન્યતા આપી દીધી છે.

આમ ટાટા ગ્રુપની હેલ્થકેર કંપની ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ ભારતમાં કોવિડ-વેક્સિન લોન્ચ કરવા માટે અમેરિકન કંપની મોડર્ના સાથે વાતચીત ચાલી રહી છે. જોકે કંપની દ્વારા આ વિશે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.દેશમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે.જેમાં પહેલા તબક્કામાં 16 જાન્યુઆરીએ હેલ્થવર્કર્સ અને અન્ય ફ્રન્ટવર્કર્સને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આમ કોઈ વિદેશી વેક્સિન કંપનીને ભારતમાં મંજૂરી મેળવવા માટે ભારતીય વોલેન્ટિયન્ટર્સ સાથે ફેઝ-3ની ટ્રાયલ કરવાની રહેશે,તેથી જો ટાટા ગ્રુપ ભારતમાં મોડર્ના વેક્સિન લોન્ચ કરવા માગતું હોય તો તેમણે કેન્દ્ર સરકારની સંસ્થા સીએસઆઇઆર સાથે મળીને ભારતમાં મોડર્ના વેક્સિનની ટ્રાયલ કરવી પડશે.

આમ નવેમ્બરમાં મોડર્નાના છેલ્લા તબક્કાની ટ્રાયલના ડેટા દર્શાવે છે કે આ વેક્સિન 94.1 ટકા અસરકારક છે. આ વેક્સિનને અમેરિકા સિવાય કેનેડા અને બ્રિટનમાં પણ ઉપયોગ માટેની મંજૂરી મળી છે.આ વેક્સિન માઈનસ 20 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવે તો એનો 6 મહિના સુધી ઉપયોગ કરી શકાય છે.મોડર્ના વેક્સિનથી એલર્જિક રિએક્શન પણ ખૂબ ઓછાં આવે છે.સીરમે કોવિશીલ્ડનો વિકાસ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા સાથે મળીને કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.