આ 26 રાજ્યોમાં 29 જુને તમામ બેંકો રહેશે બંધ, જુલાઈમાં રહેશે અઢળક રજાઓ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી 29 જૂને બેંકની રજાઓની વિગતો બહાર આવી છે. આ દિવસે દેશના 26 રાજ્યોમાં તમામ બેંકો બંધ રહેશે. તેનું કારણ એ છે કે બકરી ઈદનો તહેવાર 28 અને 29 જૂને દેશભરમાં મનાવવાનો છે. આવી સ્થિતિમાં કેટલીક જગ્યાએ 28 જૂને પણ બેંકો બંધ રહી શકે છે. આ સાથે જુલાઇ મહિનામાં વિવિધ રાજ્યોમાં 31 દિવસમાંથી કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. આ છે બેંક રજાઓની સંપૂર્ણ વિગત…
ઇસ્લામિક રિવાજો અનુસાર, બકરી ઈદનો તહેવાર ‘માહ-એ-ઝિલ્હિજ’નો ચંદ્ર જોવાના 10 દિવસ પછી ઉજવવામાં આવે છે. આ વર્ષે ચંદ્ર 19 જૂને દેખાયો છે, આવી સ્થિતિમાં મોટાભાગના રાજ્યોમાં બકરીદનો તહેવાર 29 જૂને જ ઉજવવામાં આવશે. જોકે કેટલાક રાજ્યો તેને 28 જૂને પણ ઉજવી શકે છે. તેથી, જો તમારી પાસે બેંકને લગતું કોઈ કામ છે, તો તમારા રાજ્યની રજાઓ અનુસાર તેનો વ્યવહાર કરો.
આ શહેરોમાં 28 જૂને બેંકો બંધ રહી શકે છે
દેશના કેટલાક શહેરોમાં 28 જૂને પણ બકરી ઈદ પર બેંકની રજા રહી શકે છે. જેમાં બેલાપુર, જમ્મુ, કોચી, મુંબઈ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમ જેવા શહેરોનો સમાવેશ થાય છે. જો આ શહેરોની બેંકો 28મી જૂને બંધ નહીં રહે તો 29મી જૂને ચોક્કસપણે બંધ રહેશે.
29 જૂને બેંકોમાં બકરી ઈદની રજા
દેશમાં મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, કેરળ, ત્રિપુરા, મિઝોરમ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ, ગોવા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મણિપુર, તેલંગાણા અને ગુજરાત રાજ્યોમાં 29 જૂને બેંકો બંધ રહેશે.
આરબીઆઈની સત્તાવાર રજાઓની સૂચિ અનુસાર, આ દિવસે તમામ રાજ્યોમાં બેંક શાખાઓમાં કોઈ કામ થશે નહીં. લોંગ વીકએન્ડના કારણે ઘણા લોકોએ આ પ્રસંગે બહાર ફરવા જવાનો પ્લાન પણ બનાવ્યો છે. 30 જૂને બેંકો સામાન્ય નિયમો અનુસાર કામ કરશે. જ્યારે જુલાઈ મહિનાની શરૂઆતના બીજા જ દિવસે રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
જુલાઈમાં બેંકો 14 દિવસ બંધ રહેશે
RBIની યાદી અનુસાર દેશમાં જુલાઈના 31 દિવસોમાંથી લગભગ 14 દિવસ બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય.
- 2જી જુલાઈએ બેંકોમાં રવિવારની રજા રહેશે.
- ગુરુ હરગોવિંદની જન્મજયંતિ 5મી જુલાઈએ છે. જમ્મુ-કાશ્મીરમાં બેંકો બંધ રહી શકે છે.
- 6 જુલાઈના રોજ, મિઝોરમમાં ‘મિઝો હેમિચે ઈન્સુખવામ પોલ’ દિવસે બેંક રજા રહેશે.
- જુલાઈ 8 એ મહિનાના બીજા શનિવારે રજા છે.
- 9મી જુલાઇ રવિવારની રજા છે.
- 11 જુલાઈએ કેર પૂજા છે, જેના કારણે ત્રિપુરામાં બેંકો બંધ રહી શકે છે.
- સિક્કિમમાં 13 જુલાઈના રોજ બેંકો બંધ રહેશે, તે દિવસે ભાનુ જયંતિ છે.
- 16મી જુલાઇ રવિવારની રજા છે.
- યુ તિરોટ સિંગ ડે 17મી જુલાઈએ મેઘાલયમાં બેંક હોલીડે હોઈ શકે છે.
- 21મી જુલાઈએ સિક્કિમમાં દ્રુપકા શે-જી છે.
- 22 જુલાઈ એ મહિનાનો ચોથો શનિવાર છે.
- 23 જુલાઈએ ફરી એકવાર રવિવારની રજા છે.
- 28 જુલાઈએ જમ્મુ-કાશ્મીરમાં આશુરાનો તહેવાર છે.
- 29 જુલાઈના રોજ દેશભરમાં મોહર્રમની ઉજવણી થવાની સંભાવના છે. આ દિવસે પણ બેંકો બંધ રહેશે.