પોતાનાથી 23 વર્ષ નાની છોકરીને ડેટ કરી રહ્યા છે એલન મસ્ક

Business
Business

દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરતો કેમેરામાં કેદ થયો હતો. તે ફ્રાન્સના સેંટ ટ્રોપેજમાં ઓસ્ટ્રેલિયાઈ એક્ટ્રેસ નતાશા બૈસેટની સાથે લંચ એન્જોય કરતો જોવા મળ્યો. એક રિપોર્ટ પ્રમાણે મસ્ક અને બૈસેટ લંચ માટે શેવલ બ્લોન્ક હોટલ ગયા હતા. જ્યાં એક રાતનું રૂમનું ભાડું 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. લંચ બાદ બંને બીચ પાસે ફરતા જોવા મળ્યા હતા.

મસ્કની અત્યાર સુધીની સૌથી ઓછી ઉંમરની ગર્લફ્રેન્ડ

ખાસ વાત એ છે કે, 27 વર્ષની નતાશા 50 વર્ષના મસ્કની અત્યાર સુધીની સૌથી ઓછી ઉંમરની ગર્લફ્રેન્ડ છે. તે લગભગ 54 હજાર રૂપિયાના જૈડિગ અને વોલ્ટેયર ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. આ મુલાકાત દરમિયાન મસ્ક ગ્રે ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યા હતા. એવા સમાચાર છે કે, કપલ આ વર્ષે ફેબ્રુઆરીથી એકબીજાને ડેટ કરી રહ્યું છે. જ્યારે તેઓ બંને મસ્કના પ્રાઇવેટ જેટથી લોસ એન્જેલસમાં ઉતરતા જોવા મળ્યા હતા. આ પહેલા મસ્ક ગ્રિમ્સ સાથે રિલેશનશિપમાં હતા, પરંતુ 2021માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

કોણ કોણ રહી ચૂકી છે મસ્કની ગર્લફ્રેન્ડ

વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં સરોગેટ દ્વારા એક્સ ગર્લફ્રેન્ડ ગ્રિમ્સે મસ્કની સાથે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો. એમ્બર હર્ડ અને બ્રિટિશ એક્ટ્રેસ તલુલાહ રિલે પણ પહેલા મસ્કની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે 19 વર્ષની ઉંમરમાં જ બૈસેટ અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. તે પહેલા ન્યુયોર્કમાં કામ કરતી હતી, પછી બાદમાં લૉસ એન્જેલસ જતી રહી હતી.

7 બાળકોના પિતા છે મસ્ક

મસ્ક અને બૈસેટની પહેલી મુલાકાત ક્યાં થઈ હતી તેનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી. ઉલ્લેખનીય છે કે, એલન મસ્ક 7 બાળકોના પિતા છે અને તેમના 3 વાર છૂટાછેડા થઈ ચુક્યા છે. આમાંથી બેવાર તો તેમણે એક જ મહિલા સાથે છૂટાછેડા લેવા પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.