
આગામી સમયથી ટોયોટાની કાર મોંઘી બનશે
જાપાનની કાર કંપની ટોયોટાએ ભારતમાં તેના બે સૌથી વધુ પસંદ કરવામાં આવેલા વાહનોની કિંમતમાં વધારો કર્યો છે.જેમાં કંપની તરફથી આ કારોની કિંમતમાં રૂ.50,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.આ સિવાય ટોયોટાએ તેની પ્રીમિયમ હેચબેક ગ્લાન્ઝા અને મીડીયમ એસ.યુ.વી અર્બન ક્રુઝર હાયરાઇડર અલગ-અલગ મોડલની કિંમતોમાં વધારો કર્યો છે.જેમા કંપનીએ હાયરાઈડરના સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિઅન્ટની કિંમતમાં વધારો કર્યો છે,જ્યારે ગ્લાન્જા દ્વારા તમામ વેરિયન્ટની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.ગ્લેન્ઝાની કિંમતમાં રૂ.12,000 અને અર્બન ક્રુઝર હાઇરાઇડરની કિંમતમાં રૂ.50,000નો વધારો કર્યો છે.હાયરાઇડરના હાઈબ્રિડ મોડલ સિવાય અન્ય મોડલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.