આરબીઆઈએ કેવાયસી સંબંધિત નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા

Business
Business

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કો તથા અન્ય નાણાકીય સંસ્થાનોને એ સુનિશ્ચિત કરવા કહ્યુ હતુ કે વિદેશ ઉપરાંત ઘરેલુ સ્તરે ઈલેક્ટ્રોનિક રીતે મની ટ્રાન્સ્ફર કરવા બાબતે પૈસા મોકલનાર તેમજ પૈસા મેળવનાર બંનેની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે.આ સિવાય આરબીઆઈએ કેવાયસી સંબંધિત નિર્દેશોમાં ઓનલાઈન લેવડ-દેવડ સંબંધિત અમુક નવા પોઈન્ટ સામેલ કર્યા છે.આ નિર્દેશો નાણાકીય કાર્યબળ એસટીએફના સૂચનોને અનુરૂપ છે.આરબીઆઈના નવા નિર્દેશો અનુસાર તમામ વિદેશી ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા મામલે પૈસા મોકલનાર અને મેળવનાર બંનેની સચોટ તેમજ સંપૂર્ણ માહિતી આપવી પડશે.આ નિર્દેશો ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડ કે પ્રી-પેઈડ ચૂકવણી સમાધાનના માધ્યમથી ખરીદી માટે કરાતી ઓનલાઈન લેવડ-દેવડ પર લાગુ નહીં થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.