આગામી સમયમાં એમ.જી મોટર્સ ગુજરાતમાં બીજો પ્લાન્ટ સ્થાપશે
બ્રિટીશ ઓટોમોબાઈલ બ્રાન્ડ એમ.જી મોટર ઈન્ડીયાએ વ્યુહાત્મક 5 વર્ષના બિઝનેસ રોડમેપની જાહેરાત કરી હતી,ત્યારે આ આયોજનની મુખ્ય પહેલોમાં સ્થાનિકીકરણ અને લેટેસ્ટ ટેકનોલોજી લાવવી,આગામી 2-4 વર્ષમાં ભારતીય શેરહોલ્ડીંગ વધારવું,માલિકીવાળી અથવા થર્ડ-પાર્ટી ફેસીલીટીઝ મારફતે સેલ મેન્યુફેકચરીંગ અને કલીન હાઈડ્રોજન સેલ ટેકનોલોજીમાં એકસપ્લોરિંગ સહિતના કાર્યક્રમોની વ્યાપક શ્રેણી મારફતે આગામી વર્ષ 2028 સુધીમાં પોતાના ઓપરેશન્સમાં સ્થાનિક સોર્સિંગ અને મેન્યુફેકચરીંગ વધારવું.આ સિવાય ગુજરાતમાં બીજા પ્લાન્ટ સાથે ઉત્પાદન ક્ષમતા વધારવી,ઈલેકટ્રીક વ્હીકલ્સની વ્યાપક શ્રેણી રજુ કરવી,નવી પ્રોડકટ રજુ કરવી સહિતનો સમાવેશ થાય છે.ગુજરાતમાં બીજી મેન્યુફેકચરીંગ ફેસીલીટી સ્થાપવા માંગે છે. કંપની અત્યારે 1,20,000 વાહનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે નવા પ્લાન્ટ સાથે બંને પ્લાન્ટની સંયુક્ત ક્ષમતા સાથે આ ઉત્પાદન ક્ષમતા વધીને 3,00,000 વાહન થશે.