
આગામી સમયમાં ડિઝની કંપની કર્મચારીઓની છટણી કરશે
વિશ્વભરમાં મંદીના પડછાયા વચ્ચે મોટી કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં ફેસબુક,મેટા,ગૂગલ,ટ્વિટર બાદ આગામી સમયમાં એન્ટરટેઈનમેન્ટ કંપની ડિઝનીનું નામ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.જેણે કહ્યુ હતું કે તે 7,000 જેટલા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.જે છટણીનો નિર્ણય સીઈઓ બોબ ઈગર દ્વારા લેવામાં આવ્યો છે.તેમને ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીની કમાન સોંપવામાં આવી હતી.ડિઝનીના ત્રિમાસિક પરિણામો બાદ છટણીની જાહેરાત કરવામાં આવી છે.જેમાં 1 ઓક્ટોબર સુધી ડિઝનીએ 2,20,000 લોકોને હાયર કર્યા હતા તેમાંથી લગભગ 1,66,000 યુ.એસમાં અને 54,000 આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે.જેમાંના લગભગ 80 ટકા કર્મચારીઓ કંપની માટે પૂર્ણ-સમય કામ કરતા હતા.