ઉત્પાદકોને 2030 સુધી કોલસા આધારિત વીજએકમો બંધ નહી કરવા સૂચના અપાઈ

Business
Business

દેશમાં પ્રદૂષણ ઘટાડવા કોલસાનો વપરાશ ઘટાડવા પર સરકાર ભાર આપી રહી છે.ત્યારે બીજીબાજુ વીજ ઉત્પાદક કંપનીઓને 2030 સુધી કોલસા આધારિત વીજએકમો બંધ નહી કરવા સૂચના અપાઈ રહી છે.બીજીબાજુ દેશના થર્મલ વીજ પ્લાન્ટસમાં કોલસાનો સ્ટોકસ ઘટી રહ્યો છે,જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.આમ વીજમાંગમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને કોલ આધારિત વીજ ઉત્પાદન એકમોને પોતાના પ્લાન્ટસ 2030 સુધી બંધ નહીં કરવા જાણવા મળી રહ્યું છે.ત્યારે ગયા વર્ષના મેમાં સરકારે 80 જેટલા વીજ પ્લાન્ટસમાં આગામી ચાર વર્ષમાં ઉત્પાદન ઘટાડાશે તેવી જાહેરાત કરી હતી,પરંતુ દેશમાં કાર્યરત 179 કોલ પાવર પ્લાન્ટસમાંથી એકમાં પણ ઉત્પાદન હજુસુધી બંધ કરાયું નહીં હોવાનું જોવા મળી રહ્યું છે.આ સિવાય કોલસાના બીજા મોટા વપરાશકાર ઉત્પાદક તથા આયાતકાર ભારતનો 2022મા રિન્યુએબલ ઊર્જામાં ઉમેરો ટાર્ગેટના 65 ટકા જેટલો સિદ્ધ થઈ શકયો હતો.ત્યારે દેશમાં કુલ વીજ ઉત્પાદનમાં 70 ટકા વીજ કોલસા આધારિત રહે છે.બીજીતરફ વર્તમાનમાં ઉદ્યોગ તથા ઘરેલું વપરાશ વધવાના કારણે દેશમાં તાજેતરના મહિનામાં વીજ માંગમાં વધારો થયો છે.દેશના વીજ પ્લાન્ટસ ખાતે કોલસાના સ્ટોકસમાં ઘટાડો થતાં સરકારની ચિંતામાં વધારો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.