આગામી 1 એપ્રિલથી 15 વર્ષ જૂની ગાડીઓ માટે નવો કાયદો અમલી બનશે

Business
Business

દેશમા આગામી 1 એપ્રિલથી જુના વાહનોને લઈને થોડા બદલાવ થઈ રહ્યો છે,જેમા તેમને મોટો ફાયદો થઈ શકે છે.જેમાં જો તમે લાપરવાહી કરી તો લાખોનું નુકશાન થઈ શકે છે.આમ વધતા પ્રદૂષણના કારણે સરકાર દ્વારા કેન્દ્રીય મોટર વાહન એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.જેમાં આગામી 1 એપ્રિલ 2023 પછી 15 વર્ષથી જુની ગાડીઓનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે.આ સાથે કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલીસી મુજબ 15 વર્ષ જુની ગાડીઓને ફરજીયાતપણે નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જે પોલીસી ખાનગી વાહનો સાથે તમામ સરકારી ગાડીઓને પણ આ કાયદો લાગુ પડશે.જેમા તમારી જૂની ગાડીને તમે સરકારે નક્કી કરેલા રજીસ્ટ્રેડ સ્ક્રેપ સેન્ટર જઈને આપી શકો છો ત્યારે તેના બદલામાં તમને સર્ટીફીકેટ આપવામાં આવશે,આ સર્ટીફીકેટ તમને નવી ગાડી લેતી વખતે સબસીડી આપવામાં મદદ કરશે,તે ઉપરાંત આ સર્ટિફિકેટ નવી ગાડીનું રજીસ્ટ્રેશન કરતી વખતે પણ ડિસ્કાઉન્ટ મેળવવામાં મદદરૂપ રહેશે.આમ જોવા જઈએ તો તમારી જૂની ગાડીના એક્ષ્ચેન્જમાં નવી ગાડી ખરીદવા જેવી જ વાત છે બસ ફરક એટલો છે કે આમાં તમારે તમારી જૂની ગાડી ડીલરના બદલે સ્ક્રેપ સેન્ટરમાં આપવાની રહેશે.તમને આ કાયદા મુજબ આ રીતે ફાયદો થઈ શકે છે.જેમા સરકારે 1 એપ્રિલ 2023થી નવો કાયદો લાગુ કરી રહી છે.આ ઉપરાંત કેટલીય ગાડીની કંપનીઓ બેંક દ્વારા સારી ફાયદાકારક ફાયનાન્સ સ્કીમોની સુવિધા પણ આપી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.