
અદાણીએCNGના ભાવમાં કર્યો વધારો, નવો ભાવ ૭૫.૦૯ રૂપિયા થયો
અમદાવાદ, મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ફટકો પડયો છે. ગુજરાતમાં અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ સીએનજીના ભાવમાં ૮૦ પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ અમદાવાદ શહેરમાં સીએનજીનો નવો ભાવ ૭૫.૦૯ રૂપિયા થઈ ગયો છે. ભારત સરકારના ભાવ ઘટાડાના ૨ મહિના બાદ આ વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા એપ્રિલ મહિનામાં ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો.
કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જCNGઅનેPNGના ભાવમાં ઘટાડાે થયો હતો. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મંત્રીમંડળેAPM ગેસ માટે ૪ ડોલર પ્રતિMMBTUના આધારે મૂલ્યને મંજૂરી આપી હતી અને અધિકત્તમ મૂલ્ય ૬.૫ ડોલર પ્રતિMMBTUરાખવા પર મહોર લગાવવામાં આવી.ઘરેલુ ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના ૧૦ ટકા છે. દર મહિને તેમાં ફેરફાર કરવામાં આવે છે.
તેનાથી PNG, CNG, ફર્ટિલાઈઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થયો છે. જેનો સીધો લાભ સામાન્ય લોકોથી લઈને ખેડૂતો, ગાડી ચલાવનારાઓને થયો છે. મોદી સરકારના આ નિર્ણયને પગલેCNGના ભાવમાં પ્રતિ કિલો ૮થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારેPNGના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ કયુબિટ મીટરે ૫થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો. દેશની રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે જ સમયે, કેટલાક શહેરોમાં ઇંધણની કિંમતમાં ફેરફાર થયો છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે.WTIક્રૂડ ઓઈલ ૦.૩૬ ટકા ઘટીને$71.89પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ૦.૦૯ ટકા ઘટીને$76.46 પ્રતિ બેરલ થઈ ગયું છે. જે શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે તેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, પટના અને અન્ય રાજ્યોના શહેરોનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં ૬ જૂન, ૨૦૨૩ના રોજ પેટ્રોલની કિંમત રૂ. ૯૬.૭૨ અને ડીઝલ રૂ. ૮૯.૬૨ પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૪.૨૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પણ પેટ્રોલની કિંમત ૧૦૬.૦૩ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૨.૭૬ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પણ પેટ્રોલની કિંમત ૧૦૨.૬૫ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૪.૨૫ રૂપિયા પર સ્થિર છે.