સેન્સેક્સમાં ૬૩૫ અને નિફ્ટીમાં ૧૯૦ પોઈન્ટનો ઊછાળો જોવાયો

Business
Business

મુંબઈ, આજે સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં રોનક જોવા મળી છે. છેલ્લા પાંચ દિવસથી માર્કેટ લાલ નિશાન સાથે બંધ થતું હતું, જો કે, આજે માર્કેટ લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. નવેમ્બર સિરીઝની માર્કેટમાં શાનદાર શરૂઆત થઈ હતી. ૬ દિવસના ઘટાડા બાદ બજાર ઉછાળા સાથે બંધ થયું. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ખરીદી થઈ હતી જ્યારે પીએસયુ બેંકોને લગતા શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.

રિયલ્ટી, એનર્જી અને ઓટો શેર્સમાં ખરીદી રહી. પીએસઈ, આઈટી, ઈન્ફ્રા ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા. મેટલ, બેક્નિંગ અને એફએમસીજી શેર્સમાં ખરીદી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૬૩૪.૬૫ પોઈન્ટ્સ અથવા ૧.૦૧ ટકાના વધારા સાથે ૬૩,૭૮૨.૮૦ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૯૦.૦૦ પોઈન્ટ અથવા ૧.૦૧ ટકાના વધારા સાથે ૧૯૦૪૭.૨૫ ના સ્તર પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શાનદાર વાપસી કરી છે. છ દિવસના સતત ઘટાડા પછી, શુક્રવાર, ઓક્ટોબર ૨૭, ૨૦૨૩ ના રોજ બજાર અદભૂત ઉછાળા સાથે બંધ થયું.

બેન્કિંગ અને આઈટી શેરોમાં ભારે ખરીદી જોવા મળી રહી છે, જ્યારે અગાઉના દિવસોમાં ભારે ઘટાડા બાદ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૬૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩,૭૮૨ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૦૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦,૦૪૭ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

બજારમાં આજે તમામ સેક્ટરના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી, જેણે બજારને મોટો ટેકો આપ્યો છે. મિફ્ટી બેન્ક ૫૦૧ પોઈન્ટ અથવા ૧.૧૯ ટકાના ઉછાળા સાથે ૪૨,૭૮૨ પોઈન્ટ પર બંધ થયો હતો. એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી આઈટી ૧.૨૪ ટકા, નિફ્ટી ઓટો ૧.૩૫ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૮૯ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.

આજના વેપારમાં, બીએસઈપર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૩૧૦.૫૪ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૦૬.૨૧ લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૪.૩૩ લાખ કરોડનો વધારો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.