ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા,ચાર્જીંગ સ્ટેશન સ્થાપવા કમિટી બનાવાઇ

Business
Business

સુરત પાલિકા દ્વારા ઈ વ્હીકલને પ્રોત્સાહન આપવાની નીતિ બનાવવામાં આવ્યા બાદ સુરતમાં ઈ વ્હીકલની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ત્યારે ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા ચાર્જીંગ સ્ટેશન સ્થાપવા કમિટી બનાવવામાં આવી છે.આ ઉપરાંત પાર્કીંગ સ્થળે ઈ-વ્હીકલ ચાર્જ થાય તે માટે પોલ માઉન્ટેડ ચાર્જીંગ કોન્સેપ્ટ માટે આયોજન થઈ રહ્યું છે.ઈ-વ્હીકલ સીટી બનાવવા સમગ્ર દેશમાંથી 9 શહેરોની પસંદગી કરવામાં આવી છે.જેમા સુરતનો સમાવેશ કરાયો હોવાથી સુરત આ દિશામાં આગળ વધી રહ્યુ છે.સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ,ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટ અને શહેર વિકાસ વિભાગની કમિટી દ્વારા ખાનગી સોસાયટી,પબ્લિક વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન માટે શું નિયમો હોવા જોઈએ ? તે અંગે ગાઈડલાઈન બનાવવા માટે કવાયત થઈ રહી છે.જેમા આ ગાઈડલાઈનનું અમીલકરણ કેવી રીતે કરાવી શકાય અને તેમની મંજુરી કેવી રીતે આપવી તેનો નિર્ણય કરાશે.આ સિવાય ચેમ્બર ઓફ કોમર્સ,ટેક્સટાઈલ,ડાયમંડ,ઈ-વ્હીકલ મેન્યુફેક્ચરર,બેંકો સાથે મળીને સેમીનાર કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.