સોનું દિવાળી સુધી 51000-53500ની રેન્જમાં રહેશે, રૂપિયો મજબૂત બને તો સોનું રૂ.50000 અંદર સરકે

Business
Business

સોના-ચાંદીમાં સ્વિંગ પેટર્ન જોવા મળી રહી છે. અમેરિકામાં ઇલેક્શન ન પૂર્ણ થાય ત્યાં સુધી વોલેટાલિટી જોવા મળશે. સોનામાં નીચામાં 51000 અને ઉપરમાં 53500 સુધી દિવાળી સુધી બજાર અથડાયેલી જોવા મળી શકે છે. રૂપિયો મજબૂત બને અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1830 ડોલર સુધી ઘટે તો સ્થાનિકમાં ભાવ રૂ.50000ની સપાટી અંદર પહોંચી શકે. અમદાવાદ ખાતે ચાંદી સાપ્તાહિક ધોરણે રૂ.1000 ઘટી 61500 અને સોનું નજીવી વધઘટે અથડાઇ રૂ.52500 રહ્યું હતું. તહેવારો પર સોનાની કિંમતો કાબુમાં રહેશે તો જ્વેલર્સને ત્યાં ખરીદીનો માહોલ જામશે હાલ ઘરાકી શરૂ થઇ ચૂકી છે.

કઠોળ તથા ખાદ્યતેલોમાં ફંડામેન્ટલ તેજી તરફી
ખરીફમાં તેલીબિયાં પાકોના અંદાજોમાં સતત બદલાવ આવી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુણવત્તા નબળી હોવાથી ઓઇલ મીલોમાં ક્રશીંગની કામગીરી નહિંવત્ છે જેના કારણે ખાદ્યતેલોમાં ભાવ મજબૂત રહ્યાં છે. સિંગતેલ ડબ્બો છેલ્લા દસ દિવસમાં રૂ.100-125 વધી રૂ.2230-2250 બોલાઇ રહ્યો છે. સાઇડ તેલોમાં પણ મજબૂતી છે. કાચા માલની કિંમતો નહિં ઘટે, આવકો નહિં વધે ત્યાં સુધી ખાદ્યતેલો ભાવ ઝડપી ઘટે તેવા સંકેતો નહિંવત્ છે.

મેટલ્સમાં નિકલ મજબૂત, કોપરમાં સુસ્તી
1. ડોલર ઇન્ડેક્સનો સપોર્ટ અટક્યો: માર્ચમાં 103ની ઉંચાઇ પરથી સતત ઘટી 92 આસપાસ પહોંચ્યા બાદ અત્યારે ફરી 94 આસપાસ છે. સુધારા તરફી ટોન અને પ્રોફિટ બુકિંગથી મેટલ્સમાં તેજી અટકી છે.
2. ઉંચામાં ડિમાન્ડ ઘટતા કોપર-ઝિંક અને લિડમાં મંદી: ઉંચા ભાવ અને ફરી મહામારીનો ભય વધતા માગમાં ઘટાડો આવ્યો છે. કોમેક્સ ફ્યુચર-એલએમઇ ખાતે હેજફંડોની લોંગ પોઝિશન બાદ વેચવાલી આવતા કોપર-ઝિંક તથા લીડમાં ઘટાડા તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે.
3. MCX નિકલ વધી 1150ની નજીકઃ MCX ખાતે નિકલ સપ્તાહના અંતીમ દિવસે મજબૂત બની 1150ની નજીક 1148 બંધ રહ્યો છે. ઝડપી 1200 પહોંચે તેવી સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.