લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમમાં મૂવી અને વીડિયો જોવાનું વલણ વધ્યું, માર્ચથી જુલાઈ મહિનામાં લોકોએ 947% વધારે ઈન્ટરનેટ ડેટોના વપરાશ કર્યો

Business
Business

કોરોનાવાઈરસ અને લોકડાઉનને કારણે ઈન્ટરનેટ ડેટાના વપરાશમાં ધરખમ વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, માર્ચથી જુલાઈ મહિનામાં ઈન્ટરનેટ ડેટાના ઉપયોગમાં 974% વૃદ્ધિ જોવા મળી છે. આ ડેટાનો વપરાશ OTT (ઓવર ધ ટોપ) અને વીડિયો પ્લેટફોર્મ પર વધારે જોવા મળ્યો છે.

ટેક ફર્મ ફ્રેન્કફર્ટ ઈન્ટરનેટ એક્સચેન્જ એક રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2020ની સરખામણીએ માર્ચ અને એપ્રિલ મહિનામાં ડે સિક્સ, OTT અને વીડિયો પ્લેટફોર્મ પર 249% ડેટાનો વપરાશ વધ્યો છે. તો માર્ચ મહિનાથી 18 જુલાઈ સુધી ડેટાના વપરાશમાં 947% વૃદ્ધિ થઈ છે.

નોકિયાના વાર્ષિક મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડિયા ટ્રાફિક ઈન્ડેક્સ (ફેબ્રુઆરી 2020)ના રિપોર્ટ અનુસાર, યુઝર્સ OTT પ્લેટફોર્મ પર દિવસમાં સરેરાશ 70 મિનિટ વિતાવે છે. FE, DE-CIX ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ સુધીર કુંદરનું કહેવું છે કે, ઓક્ટોબરથી નવેમ્બર સુધી તેમાં 900%નો વધારો જોવા મળશે. તેનું કારણ કોરોના મહામારીને લીધે લોકોની બદલાયેલી જીવનશૈલી છે. લોકો હવે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખી ઘરમાંથી બહાર જવાનું ટાળે છે અને વર્ક ફ્રોમ હોમનું વલણ વધવાથી ઓફિસ જનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે.

ટેલિકોમ ઈક્વિપમેન્ટ બનાવનાર કંપની એરિક્સન મોબિલિટી રિપોર્ટ અનુસાર, ભારતમાં પ્રતિ વ્યક્તિએ માસિક વપરાશ વર્ષ 2025 સુધી 25GB ડેટા સુધી પહોંચી શકે છે. વર્ષ 2019માં આ લિમિટ 12GBની હતી. જૂન 2020માં મોબિલિટી રિપોર્ટ અનુસાર તેનું કારણ દેશમાં મોબાઈલ ઈન્ટરનેટ સસ્તું થવાનું છે.

રિપોર્ટ અનુસાર, દેશમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં 4% લોકો બ્રોડ બેન્ડ લાઈન ધરાવે છે. અન્ય લોકો સ્માર્ટફોનથી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. એરિક્સન મોબિલિટી રિપોર્ટના સ્ટ્રેટેજિક માર્કેટિંગના પ્રમુખ પ્રતીક સરવાલના જણાવ્યા અનુસાર, દેશમાં ઈન્ટરનેટનો ઉપયોગ 2025 સુધી 3 ગણો વધી જશે.

રિપોર્ટ અનુસાર, દેશમાં વર્ષ 2025 સુધી 41 કરોડ સ્માર્ટફોન યુઝર્સ ઉમેરવાની સંભાવના છે. તેવામાં વર્ષ 2025 સુધી પ્રતિ વ્યક્તિ માસિક ડેટાનો વપરાશ પણ વધીને 25GB સુધી પહોંચી જશે. ફ્રેન્કફર્ટ ઈન્ટરનેટ એક્સચેન્જ દુનિયાના પ્રમુખ ઈન્ટરનેટ કનેક્શન પ્લેટફોર્મમાંથી એક છે. તે ભારતમાં મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી અને કોલકાતામાં કાર્યરત છે. કુંદરના જણાવ્યા અનુસાર, ડેટાની માગ વધી રહી છે. દેશમાં એપ્રિલ મહિનામાં ટેલિકોમ કંપનીઓએ આશરે 4 લાખ ડોંગલનું વેચાણ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.