મોદીના ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજની અસર; સેન્સેક્સ ૭૯૧ અંક વધ્યો, નિફ્ટીએ ૯૪૦૦ની સપાટી વટાવી

Business
Business

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કર્યા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ૭૯૧ અંક વધીને ૩૨૧૬૨ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૨૨૨ અંક વધીને ૯૪૧૯ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ અને બજાજ ફાઈનાન્સના શેરમાં તેજી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક ૬.૯૪ ટકા વધીને ૩૪૩.૭૦ પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન ૫.૯૩ ટકા વધી ૮૬૩.૧૦ પર કારોબાર કરી રહ્યો છે. જોકે નેસ્લે, સન ફાર્મા, ભારતી એરટેલ અને રિલાયન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નેસ્લે ૧.૮૫ ટકા ઘટીને ૧૭૧૩૪.૩૫ પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા ૧.૧૩ ટકા ઘટીને ૪૫૮.૬૦ પર કારોબાર કરી રહ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સક્સ ૧૪૭૦ અંક અને નિફ્ટીમાં ૩૮૭ અંક વધ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ૫૪ દિવસમાં પાંચમી વખત દેશ સમક્ષ આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે ચાર મુખ્ય વાતો કહી હતી. પ્રથમ- દેશને આત્મનિર્ભર બનાવવો પડશે. બીજી- આત્મનિર્ભર ભારત અભિયાન માટે ૨૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. ત્રીજી- આત્મનિર્ભર બનવા આપણે લોકલ પ્રોડક્ટ્સને અપનાવી પડશે. ચોથી- લોકડાઉનનો ચોથો તબક્કો આવશે, તે નવા રંગ-રૂપ અને નવા નિયમોવાળો હશે. લોકડાઉનના સમયમાં ભારત વિશ્વનો પાંચમો એવો દેશ બન્યો છે, જેણે પોતાની ય્ડ્ઢઁના ૧૦ ટકા કે તેનાથી વધુના હિસ્સાને આર્થિક પેકેજ તરીકે આપ્યો છે. ભારત પહેલા જાપાને તેની ય્ડ્ઢઁના ૨૧ ટકા, અમેરિકાએ ૧૩ ટકા, સ્વીડને ૧૨ ટકા અને જર્મનીએ ૧૦.૭ ટકા જેટલા આર્થિક પેકેજની જાહેરાત કરી છે.

મંગળવારે વિશ્વના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ ૧.૮૯ ટકાના ઘટાડા સાથે ૪૫૭.૨૧ અંક ઘટીને ૨૩૭૬૪.૮૦ પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજું બજાર નેસ્ડેક ૨.૦૬ ટકા ઘટાડા સાથે ૪૮૯.૭૯ અંક ઘટીને ૯,૦૦૨.૫૫ પર બંધ થયું હતું. બીજ તરફ એસએન્ડપી ૨.૦૫ ટકા ઘટાડા સાથે ૬૦.૨૦ અંક ઘટી ૨,૮૭૦.૧૨ પર બંધ થયું હતું. ચીનનો શંઘાઈ કમ્પોસિટ ૦.૧૮ ટકા ઘટાડા સાથે ૫.૨૬ અંક ઘટી ૨૮૮૬.૩૦ પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ, જર્મનીના બજાર ઘટાડા સાથે બંધ થયા, જોકે ઈટલીના બજારમાં વધારો જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.