ગુજરાત રાજ્યમાંથી પકડાતી 70 ટકા માછલીઓની ચીનમાં થાય છે નિકાસ

Business
Business

 વેરાવળથી દર વર્ષે કરોડો રૂપિયાની માછલીની વિદેશોમાં નિકાસ થાય છે. ગુજરાતના દરિયામાંથી મળતી માછલીઓ પૈકી 70 ટકા તો એકલી ચીનમાંજ જાય છે. લોકડાઉન અને સરહદી વિવાદને પગલે ગુજરાતમાંથી 5000 હજાર કરોડની માછલીની નિકાસ ઘટીને 3700 કરોડની થઇ ગઇ છે.

વેરાવળમાં ફીશના 75 પ્રોસેસીંગ યુનિટો, 59 આઇસ ફેક્ટરી અને 53 ફિશ પ્લાન્ટ આવેલા છે.  હજારો લોકો ફીશ ઉદ્યોગ થકી રોજગારી મેળવે છે. ત્યારે હાલમાં કોરોનાના લોકડાઉન અને બાદમાં ચીન સાથેના સરહદી વિવાદને લીધે ફીશની વિદેશમાં થતી નિકાસમાં 30 ટકા ઘટાડો નોંધાયો છે. સાથે માછલીના ભાવમાં પણ 20 થી 25 ટકા ઘટાડો નોંધાયો છે. આપણે ભારતમાં જેમ ચીનના મોબાઇલ ફોનની સૌથી વધુ માંગ છે. એમ ચીનમાં માત્ર ગુજરાતના જ દરિયામાં થતી કેટલફીશ, રીબનફીશ, કોકર, અને લેધરઝેક્ટ માછલીની ખુબ છે. આ માછલીની માંગમાં પણ 20 થી 25 ટકા ઘટાડો થયો છે. સી ફૂડ એક્સપોર્ટ એસો. ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રિય પ્રમુખ જગદીશભાઇ ફોફંડી કહે છે, ગુજરાતમાંથી મળતી 70 ટકા માછલીની માંગ ચીમાં વધુ રહે છે. વર્ષે એકલી ચીનમાંજ 3000 કરોડની માછલી જાય છે. અત્યારે ફીશ ઉદ્યોગ લેબર ન મળવાને લીધે બંધ પડ્યો છે.

સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રિય પ્રમુખ જગદીશભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાને લઈ યુરોપિયન દેશો, યુએસએ, ચીન સહિતના દેશમાં જતી માછલીની નિકાસ ઘટી છે. ત્યારે 1 ઓગસ્ટ 2020 થી શરૂ થતી સીઝન પડકારજનક ચોક્કસ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.