હિન્દુસ્તાન યુનિલિવર કંપની તેની 45 વર્ષ જૂની બ્રાંડ Fair & Lovely ક્રીમમાંથી ‘ફેર’ શબ્દ હટાવાશે

Business
Business 39

 હિન્દુસ્તાન યુનિલિવરે (HUL) તેની બ્રાન્ડ ‘ફેર એન્ડ લવલી’માંથી ‘ફેર’ શબ્દને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કંપની દ્વારા અપાયલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બ્રાંડ માટેનું નવું નામ તમામ મંજૂરીઓ બાદ લોન્ચ કરવામાં આવશે. આ નિર્ણય રંગ ભેદભાવને દૂર કરવા માટે દુનિયાભરમાં ચાલી રહેલા વિરોધને કારણે લેવામાં આવ્યો છે. વિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટ ચાલુ છે. સેલિબ્રિટીઝ સહિતના બિઝનેસ જગતના ઘણા દિગ્ગજોએ આ આંદોલનમાં પોતાનું સમર્થન આપ્યું છે.

યુનિલિવર બ્યૂટી એન્ડ પર્સનલ કેર ડિવિઝનના પ્રમુખ સની જૈને જણાવ્યું હતું કે, અમે સમજીએ છીએ કે ફેર, વ્હાઇટ અને લાઇટ જેવા શબ્દો સૌંદર્યની એકપક્ષીય વ્યાખ્યા જાહેર કરે છે જે સાચું નથી. અમે તેને સુધારવા માંગીએ છીએ.

કંપનીએ કહ્યું છે કે તે તેની બ્રાન્ડના પેકેજિંગમાંથી ફેર, વ્હાઇટનીંગ અને લાઈટનિંગ જેવા શબ્દોને દૂર કરશે. આ ઉપરાંત, તમામ રંગની મહિલાઓને જાહેરાતો અને પ્રમોશનલ સામગ્રીમાં સ્થાન આપવામાં આવશે. ભારત સિવાય આ ક્રીમ બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, પાકિસ્તાન અને એશિયાના ઘણા દેશોમાં વેચાય છે.

હિન્દુસ્તાન યુનિલિવરે 1975માં ‘ફેર એન્ડ લવલી’ નામની ગોરા થવા માટેની એક ક્રીમ શરૂ કરી હતી. દેશમાં ફેરનેસ ક્રીમ માર્કેટમાં ફેર એન્ડ લવલીનો હિસ્સો 50-70% છે. યુનિલિવર કંપની ફક્ત ફેર અને લવલી બ્રાન્ડ્સથી ભારતમાં વાર્ષિક 50 કરોડ ડોલરથી વધુની કમાણી કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.