જ્વેલરી ક્ષેત્ર કોવિડ-19 અને જિયોપોલિટિકલ ટેન્શન વચ્ચે મુશ્કેલીમાં

Business
Business 77

દેશના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કોવિડ-19 મહામારી તેમજ વિશ્વમાં સર્જાયેલા જિયોપોલિટિકલ ટેન્શન વચ્ચે નેગેટીવ ગ્રોથ રહેવાની ભીતિ સર્જાઈ છે. ઉદ્યોગ સંગઠનના સુત્રોએ જણાવ્યા પ્રમાણે, ભારત-ચીન વચ્ચે સર્જાયેલી ગલવાન ખીણમાં અથડામણને પગલે 20 જવાનો શહીદ થતાં તણાવ વધ્યો છે. તેમજ ચીન દ્વારા બાંગ્લાદેશી પ્રોડક્ટને ટેરિફમાં મુક્તિ મર્યાદા લંબાવવામાં આવતા ભારતીય જ્વેલરી નિકાસકારો માટે મુશ્કેલીઓ વધી છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહ અનુસાર, સેક્ટરને રિકવર આવતાં વર્ષ થશે. જ્યારે સ્વર્ણ શિલ્પ બચાઓ કમિટીના સચિવ બબલુ ડેએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસ મહામારી બાદ આવનારી ફેસ્ટિવ સિઝનમાં જ્વેલર્સને વેચાણો વધવાનો આશાવાદ છે. ચાલુ નાણા વર્ષમાં સેક્ટર્સમાં બિઝનેસ અંગે કોઈ આશાવાદ જણાતો નથી. ભારતમાંથી થતી જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં ચીન અને હોંગકોંગનો હિસ્સો 1/3 છે. 2019-20માં નિકાસો 8.91 ટકા ઘટી 2,51,096 કરોડ  રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.