ચીનની ઓટો કંપનીઓ હવે હવે ચાઇનીઝ નહિ પણ ભારતીય સ્ટાફને કામ પર રાખવાનું પસંદ કરશે

Business
Business 48

ભારત અને ચીની સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં અથડામણ બાદ ચીન સામે ભારતીયોમાં ભારે નારાજગી છે. લોકો સોશિયલ મીડિયા પર હેશટેગ(#) ચલાવીને ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં હાજર ચીની કંપનીઓ પર દબાણ વધ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ચીનની ઓટો કંપનીઓએ ફેક્ટરીના ફ્લોરથી લઈને બોર્ડ રૂમમાં ભારતીયોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ચીની કંપનીઓ હવે ભારતમાં સમજી વિચારીને પગલાં લેશે.

આ કંપનીઓને લાગે છે કે લાંબા ગાળાની યોજના માટે સ્થાનિક સ્તરે વધુને વધુ લોકોને શામેલ કરવું મહત્વપૂર્ણ છે. ઉદ્યોગના અધિકારીઓ અને નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ પહેલા પણ કંપનીની વ્યૂહરચના સમાન હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાતી જોઇને કંપનીઓ લાંબા સમય સુધી ભારતીય સ્ટાફને મહત્વ આપશે.

MG મોટર ઇન્ડિયાના પ્રેસીડેન્ટે જણાવ્યું હતું કે, કંપનીના 99.5% કર્મચારી ભારતીય છે. ભારતમાં સંપૂર્ણ ઓપરેશન શરુ કરનારી ચીનની આ પહેલી ઓટો કંપની છે. ગ્રેટ વોલ મોટર્સ, ફોટોન અને BYD પણ આવી જ રણનીતિ અપનાવી રહી છે. તેમના કુલ કર્મચારીઓમાં ચીનના લોકોની સંખ્યા ઓછામાં ઓછી છે. MG રાજ ઈન્ડિયાના પ્રમુખ રાજીવ છાબરાના જણાવ્યા મુજબ, ભારતમાં MG મોટર્સ 1,700 કર્મચારીઓ કાર્યરત છે. તેમાંથી ફક્ત 14 લોકો બહારના છે. કંપનીના તમામ નિર્ણયો ભારતીય કર્મચારીઓ દ્વારા લેવામાં આવે છે.જ્યારે

ચીનની ઓટો કંપની ગ્રેટ વોલ મોટર્સની વાત આવે છે, ત્યારે 90%થી વધુ ભારતીય કર્મચારીઓ આ કંપનીની પૂના ફેક્ટરીમાં કામ કરે છે. આમાં, ચીનના લોકોને કેટલાક મહત્વપૂર્ણ હોદ્દા પર મુકવામાં આવશે. કંપનીના એક અધિકારીના જણાવ્યા અનુસાર કંપની સ્થાનિક લોકોને નોકરી પર રાખશે. તેઓ ગ્રાહકની જરૂરીયાતને વધુ સારી રીતે સમજી શકે છે. ડીલરો અને વિક્રેતાઓ સાથે વાત કરવી તેમના માટે સરળ છે. આ સિવાય ચીનથી અહીં લોકોને રાખવું પણ ખૂબ ખર્ચાળ છે.

PMI ઇલેક્ટ્રો મોબિલીટી સોલ્યુશન્સના વાઇસ ચેરમેન અનુરાગ અગ્રવાલે કહ્યું કે સંયુક્ત સાહસમાં અમારી 70% હિસ્સેદારી છે. તેથી, ટેક્નિકલ સપોર્ટ સિવાય, સ્થાનિક લોકો વધુ હશે. ચીનની ઓટો કંપની ચાંગન ઓટોમોબાઈલ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે આજે ગ્રાહકોમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સને લઈને સેન્ટિમેન્ટ બદલાયું છે તેમ છતાં ભારતીય મેનપાવરની ક્વોલિટીથી નોંધપાત્ર ફરક પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.