કોરોના સંકટ અને લાકડાઉન વચ્ચે આરબીઆઇની મોટી રાહત

Business
Business 15

મુંબઇ
દેશમાં ભયાનક કોરોના મહામારી અને સતત ૫૬ દિવસના રાષ્ટય લોકડાઉનને પગલે અર્થતંત્રને થયેલા ભારે નુકસાન સામે રાહત આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. હવે કરોડો બેંક લોનધારકોને રાહત સમાન મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડયા(આરબીઆઇ) દ્વારા રેપોરેટ અને રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસને પગલે બેકફૂટ પર આવી ગયેલા દેશના અર્થતંત્રને વધુ એક બૂસ્ટર ડોઝ સમાન રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ્‌સનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સાથે હવે રેપો રેટ ૪% થઈ ગયો છે અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા થયો છે.
આરબીઆઇના ગવર્નર શક્તકાંતા દાસે મોનિટરી પોલીસીની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને કે ૪૦ બેસિસ પોઇન્ટ્‌સના ઘટાડા બાદ આ સાથે હવે રેપો રેટ ૪% થઈ ગયો છે અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા થયો છે. કોરોના લોકડાઉન બાદ ત્રીજી વાર રાહતની જાહેરાત કરી છે. સૌથી પહેલા ૨૭ માર્ચ અને બાદમાં ૧૭ એપ્રિલે પણ મધ્યસ્થ બેન્કે અનેક રાહતોની જાહેરાત કરી હતી. મધ્યસ્થ બેન્કે તેમાં  મોરેટોરિયમ જેવા મોટા નિર્ણયો કર્યા હતા. બીજી વાર મધ્યસ્થ બેન્કે  અને ૫૦ હજાર કરોડ રૂપિયાના રિફાઈનાન્સંગની જાગવાઈ કરી હતી. ગવર્નર શક્તકાંતા દાસે લોન મોરેટિયમનો સમયગાળો વધુ ૩ માસ એટલે કે ૩૧ ઓગસ્ટ સુધી લંબાવ્યો હતો.
જાકે આર્થિક બાબતોના નિષ્ણાંતોના મતે, આ જાહેરાત બાદ બેંકોને મોટો ફટકો પડ્યો છે. કેમ કે લોનરૂપે આપેલી પોતાની મૂડી પછી મેળવવા જહેમત કરી રહેલ બેંકોએ હવે –હપ્તા બાબતે પણ નુકશાન સહન કરવાનો વારો આવી શકે. સતત બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.
શક્તકાંતા દાસે વિવિધ બેંકોમાંથી લોન લેનાર લોનધારકોને રાહત આપતા વધુ ત્રણ માસ લોન-ચૂકવવા માટે સમય આપ્યો હતો. આ અગાઉ લોકડાઉનની શરૂઆતમાં તેઓએ પત્રકાર પરિષદ યોજીને લોકડાઉનના સમયગાળા દરમિયાન લોનધારકોને રાહત આપવા માટે ૧લી માર્ચથી ૩૧મી મે, ૨૦૨૦ સુધી તમામ લોનના હપ્તાની ચૂકવણીમાં રાહત આપી હતી. આજે જાહેર થયા મુજબ રિઝર્વ બેંકે લોન મોરેટોરિયમને વધુ ૩ મહિના માટે લંબાવ્યું છે. હવે લોનધારકોએ ચૂકવવા માટે વધુ ત્રણ મહિના એટલે કે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી રાહત મળી છે. જા કે વ્યાજમાં રાહત મળી નથી. માત્ર તેમને ભપ્તા ભરવાની મુદત લંબાવી આપવામાં આવી છે.
તેમણે કોરોના લોકડાઉનનો ઉલ્લેખ કરીને કે સતત બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. સતત સ્થતિ પર નજર રાખી રહી છે. ઈકોનોમિના તમામ ક્ષેત્રો પર અમારી ટીમની નજર છે. ઈન્ડસ્ટ્રીવાળા ટોપ-૬ રાજ્યોના મોટા ભાગના વિસ્તારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.