ડીસા તાલુકાના ઝેરડા ગામે ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો : વેપારીઓ માં ભારે આક્રોશ
વાઘેશ્વરી કાપડની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવતાં ઝેરડા ના વેપારીઓ માં ભારે આક્રોશ પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર ઉઠ્યા સવાલો
ડીસા તાલુકાના ઝેરડા ગામે તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દિનપ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. થોડા દિવસ પહેલા બસ સ્ટેન્ડ ના પાછળના ભાગમાં આવેલ સોસાયટીમાં પરેશભાઈ બ્રાહ્મણના ઘરે ઘરના તાળા તોડી રોકડ રકમ અંદાજિત એક લાખ રૂપિયા ચોરી થઈ હતી ત્યારબાદ ઝેરડા આગ માતા મંદિર ની દાન પેટી તોડી રોકડ રકમ ચોરાઈ ગામમાં ચેહર માતાના મંદિરે દાન પેટી તૂટી દલભાઈ નાઈ ના ઘરે રોકડ રકમ ચોરાઈ બસ સ્ટેન્ડ પર આવેલી અનેક દુકોનના તાળા તૂટયા બસ સ્ટેન્ડ પર ના વિસ્તારમાં આવેલ વેપારીઓની દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરનાર ચોરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં. પોલીસ દ્વારા હજુસુધી ચોરને પકડી શકાયો નથી.
ત્યારે હવે ફરીથી ઝેરડામાં તસ્કરો સક્રીય બન્યા છે. અને આજે બ્રાહ્મણ સોસાયટીની બાજુમાં આવેલ વાઘેશ્વરી શોરૂમ કાપડની દુકાનમાં રોકડ રકમ અંદાજિત સાત હજાર અને કપડા રાત્રે દરમિયાન તસ્કરોએ સટર તોડી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા ઘટનાના પગલે વાઘેશ્વરી દુકાનના માલિક સવારે આવ્યા ત્યારે ખબર પડતાં ડીસા પોલીસને જાણ કરાતાં તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી