થરાદ – વાવ હાઇવે પર વધુ એક અક્સ્માતમાં યુવકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા 388

થોડા દિવસો પહેલાં રાત્રિના સુમારે જે જગ્યાએ ટ્રકની ટક્કરથી થરાદના ડોડગામના યુવક પ્રદિપભાઇ સુથારનું કરૂણ મોત નિપજ્યું હતું. બરાબર એ જ જગ્યાએ વધુ એક અક્સ્માતે થરાદના ચારડા ગામના યુવકનું જીપડાલાના ચાલકે ટક્કર મારતાં મૃત્યુ નિપજ્યું હતું.બનાવને લઇને અરેરાટી પ્રસરી હતી. પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રીના સુમારે થરાદ તાલુકાના ચારડા ગામનો પ્રવીણભાઈ રગનાથભાઈ બોચિયા પોતાના કૌટુંબીક મામા રમેશભાઈ મુળજીભાઈ પરમાર રહે. અભેપુરા તા.થરાદને મોટરસાયકલ નંબર ય્ત્ન૦૨ઝ્રત્ન ૧૨૨૩ લઈને મુકવા માટે અભેપુરા ગયેલ હતો. જેને થરાદ-વાવ હાઇવે પર રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે જીપ ડાલા નંબર ય્ત્ન૦૯ ૮૮૭૯ના ચાલકે ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. આથી આ ગમખ્વાર અકસ્માતમાં રમેશભાઈ તથા પ્રવીણભાઈ બંને જણાને ગંભીર ઇજા થવા પામી હતી. જે પૈકી પ્રવીણભાઈ રગનાથભાઈ બોચિયા ઉ.વ.૨૫ રહે. ચારડા તા.થરાદનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજવાના પામ્યું હતું. થરાદ પોલીસે વિક્રમભાઇ રગનાથભાઇ બોચીયાની ફરિયાદના આધારે નાસી છુટેલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.