ડીસામાં યુવા ખેડૂતોએ ટેકનોલોજીના સમન્વય સાથે બટાટાનું વાવેતર શરુ કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

દિવાળી પર્વની શરૂઆત સાથે જ બટાટા નગરી તરકી ઓળખાતા ડીસા શહેરમાં ખેડૂતોએ બટાકાના વાવેતરની શુભ શરૂઆત કરી છે. આ વર્ષે ખેડૂતોએ ટેકનોલોજી યુક્ત મશીન દ્વારા ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટે આધુનિક રીતે બટાટાનું વાવેતર શરૂ કર્યું છે.ગુજરાતમાં સવાથી દોઢ લાખ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. તેમાં 50% એટલે કે અંદાજિત 70 હાજર હેક્ટર જેટલું વાવેતર બનાસકાંઠામાં થાય છે અને તેમાં પણ સૌથી વધુ વાવેતર ડીસા પંથકમાં થાય છે એટલે જ તો ડીસાને બટાટા નગરી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ખેડૂતો બટાટામાં વધુ અને સારું ઉત્પાદન કઈ રીતે મળે તે માટે પ્રયાસો કરતા હોય છે. જોકે આ વર્ષે કેટલાક યુવા ખેડૂતોએ અત્યંત આધુનિક મશીન દ્વારા બટાટાના વાવેતરની શરૂઆત કરી છે. ખેડૂતોએ આધુનિક પ્લાન્ટર દ્વારા બટાટાનું વાવેતર કરતા ઉત્પાદનમાં ફાયદો થવાની સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થાય છે.


આ અંગે યુવા ખેડૂત બ્રિશન કરછવા અને ભરત ચોધરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે તેમણે આધુનિક ટેકનોલોજી વાળા પ્લાનટર મશીન દ્વારા બટાટાનું વાવેતર કર્યું છે. આ મશીન નેધરલેન્ડની કંપનીનું છે જેના થકી એકસરખી ઊંડાઈ અને અંતર સાથે બટાકાની સચોટ અને સચોટ વાવેતર થાય છે. ઉન્નત હાઈ સ્પીડ અને બટાકાની રોપણી માટે મેન્યુઅલ લેબર પર કોઈ નિર્ભરતા રહેતી નથી. શ્રમ, સમય અને ઓપરેશનલ ખર્ચ બચાવે છે. મશીનમાં મિકેનિકલ અથવા ઈલેક્ટ્રોનિક વાઈબ્રેટર ખાતરી કરે છે કે બટાકાની રોપણી વખતે કંદ બમણું કે ખૂટતું નથી, જે બદલામાં એક એકરમાં 2 બેગ બીજની બચત થાય છે.બિયારણથી બીજનું અંતર અને ખાતરના ડ્રોપને માત્ર 2 ગિયરના ફેરફાર સાથે એડજસ્ટ કરી શકાય છે. પરિણામે સમયની બચત થાય છે અને તેથી વાવેતરની કાર્યક્ષમતા વધે છે. આ મશીન દ્વારા બટાકાની રોપણી કાર્યક્ષમતા દરરોજ 10-12 એકર છે, જે સ્થાનિક વાવેતરકર્તાની 6 એકરની છે. આ મશીનથી વાવેતર કરતાં બટાકાની ઉપજમાં 10%-12% વધારો કરી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.