આવતીકાલે દાંતાની જશવંત વિદ્યાલયનો શતાબ્દી મહોત્સવ યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા સ્ટેટમાં આજથી સો વર્ષ પૂર્વે સ્થાપના કરવામાં આવેલી જશવંત વિદ્યાલયની શિક્ષણની જ્યોત આજે અખંડિત રીતે પ્રજ્વલી રહી છે.ત્યારે તેનો પ્રકાશ પ્રાપ્ત દાંતા જ નહિ પણ દેશ-વિદેશમાં પથરાયો છે.ત્યારે તાજેતરમાં શાળાની શતાબ્દી પર્વની ઉજવણી ઉમંગભેર ઉજવાય અને સફળ બને તે માટે શાળાના ઉત્સાહી આચાર્ય,ગામની કોર કમિટી,શાળા શિક્ષક વૃંદ,એસ.એમ.સી.ના સભ્યો સહિત દાંતા નગરના અગ્રણીઓ અને રાજવી પરિવાર પણ જોડાયો છે.જેમાં આવતીકાલે શાળા શતાબ્દી પર્વ પ્રારંભે સવારે સરસ્વતી વંદના સાથે શાળાએથી બાળકોની રેલી,શોભાયાત્રા,નગર પરિભ્રમણ અર્થે પ્રસ્થાન થશે.જેમાં 101 કળશ અને જવારા સાથે કન્યાઓ જોડાશે.જેમા ઘોડાઓ સાથે સુંદર બગી,વિવિધ ટેબ્લો,શાળાના આદ્યસ્થાપક ભવાનીસિંહજી સહિત મહારાણા જશવંતસિંહજીની સ્મૃતિ સાથે શાળાકીય પ્રવૃત્તિઓની ઝાંખી સાથે સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો વિશેષ આકર્ષણ જમાવશે.જે શોભાયાત્રાના પરિભ્રમણ માર્ગ પર ગ્રામજનો દ્વારા ઠેરઠેર પુષ્પવૃષ્ટિ સાથે ઠંડા પાણીની અને આઈસ્ક્રીમની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ શિક્ષકો,આચાર્યો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.