
ડીસા રિજમેન્ટ મહાદેવ મંદિર ખાતે ગૃહમંત્રી અમિતભાઇ શાહ ના જન્મદિન નિમિતે યજ્ઞ યોજાયો
ભારતીય રાજનીતિના વર્તમાન ચાણક્ય કેન્દ્રિય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા દ્વારા રુદ્રયાગ મહામૃત્યુંજય અને રુદ્રાભિષેક હવન યોજાયો હતો આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન ગોવાભાઈ દેસાઈ , કનુભાઈ વ્યાસ ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતીક પઢીયાર મત્રી હકમાજી જોશી ,પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે ,તેમજ મોટી સનખ્યાં મા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જે પ્રસંગે ડીસા ના પૂર્વ ધારાસભ્ય દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દેશ ના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ના જન્મદિન નિમિતે તેમના દીર્ઘાયુ માટે રવિવારે ડીસા ના રિજમેન્ટ મહાદેવ મંદિર ખાતે રુદ્રયાગ મહામૃત્યુંજય અને રુદ્રાભિષેક હવન યોજી તેમની લાંબી ઉંમર ની પ્રાર્થના કરી હતી