થરાદ નગરની કુસ્તીબાજ પોલીસકર્મી યુવતીને વિદેશમાં ભાગ લેવા આમંત્રણ
થરાદની મિત્તલ કાંતિલાલ પરમાર (ભાટી)ને બાળપણથી કંઈક કરી બતાવવાની ધગશ ધરાવતી મિતલ પરમારને કુસ્તી તેમજ રેસલર બનવાની તેના મનમાં એક સંકલ્પ સાથેની જીદ હતી. જેને પુર્ણ કરવા બચપણથી શરૂઆત કરી હતી.અને શાળાકક્ષાએથી રાજ્ય સરકારના ખેલ મહાકુંભ સ્તરે એક પછી એક સિદ્ધિઓ પ્રાપ્ત કરતી ગઇ હતી. આ રીતે તેણીએ પોતાના શરીર પરની કસરતો અને સાથે સાથે અભ્યાસમાં અગ્રેસર રહી ગૃહ વિભાગમાં પોલીસ તરીકેની ફરજ અદા કરી નારી સશક્તિ કરણનું ઉદાહરણ પૂરું પાડતાં હાલમાં મિતલ પરમાર ગાંધીનગર ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઝ્રમ્) વિભાગમાં મહિલા કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવી રહી છે. નોકરીની જવાબદારી વચ્ચે પણ મિતલ પરમાર કુસ્તી,આમરેસલિંગ (પંજાબાજી )સાથે તાલ મિલાવીને એક ગુજરાતી તરીકે દેશના અનેક રાજ્યોમાં ભાગ લઈને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ સાથે સન્માનિત થઈ રહી છે. જેની સિદ્ધિઓની કલગીમાં વધુ એક છોગું ઉમેરાતાં તેણી ભારતીય પાવરલિફ્ટિંગ ફેડરેશન તરફથી ૨૦ થી ૨૩ જુલાઇ ૨૦૨૩ના રોજ ેં.છ.ઈ દુબઈમાં યોજાનારી ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગમાં ભાગ લેવા પસંદગી થવા પામી છે.એક સમયે ભારત દેશ તરફથી રમવાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકીને ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર થતાં મિતલ પરમાર રાજ્ય જિલ્લો અને પોતાનું વતન એવું થરાદનું નામ રોશન કરવા જઇ રહી છે. જે સરહદી વિસ્તાર માટે ખુબજ ગૌરવની બાબત છે.