
વાહ રે સરકાર ! મનરેગામાં દોઢ માસથી મજુરી કરતા શ્રમિકોને નાણા નથી અપાયા
ધાનેરા તાલુકાના શેરગઢ ગામની આર્થિક હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગામના શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત મળતી રોજગારી છે. જેના થકી ગરીબ પરિવારોના સભ્યો દિવસ દરમિયાન ચોકડી ખોદવા ઉપરાંત માટી કામ કરી રોજગારી મેળવી રહ્યા છે. જાેકે છેલ્લા દોઢ માસથી મજૂરીના નાણાં ના મળતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક તરફ જ્યાં લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે. મહિલાઓ બાળકીઓ નવા પોષક સાથે લગ્નની મજા માણતા હોય છે. જાેકે ગામડામાં રહેતી ગરીબ મહિલાઓ આવા સમયે પણ ધમ ધકતા તડકામાં માથે તગારા ઉપાડી પોતાના પરિવાર અને બાળકોને બે ટાઇમ ભોજન મળી રહે તે માટે મજૂરી કરી રહી છે. આમ તો અઠવાડિયે કે પછી પંદર દિવસે મનરેગા યોજનામા કરેલ મજૂરીના નાણાં મળી જતા હોય છે. જાેકે આ વખતે દોઢ માસ થવા આવ્યો હોવા છતાં હજી સુધી મજૂરીના નાણાં ના મળતા ગરીબ પરિવારો વેતનની માંગ કરી રહ્યાં છે. ધાનેરા તાલુકામા પાણીની વિકટ સમસ્યા હોવાના કારણે આજે અનેક ખેતરો વિરાન પડ્યા છે. જેના કારણે ગામડામાં હવે મજૂરીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.જાેકે કેન્દ્રની મનરેગા યોજના અંતર્ગત પરિવારનાં સભ્યોને રોજગારી મળી રહી છે. તાલુકાની ૪૨ ગ્રામ પંચાયતોમાં ૧ હજાર ૮૫૫ શ્રમિકો કામ કરી રહ્યા છે.જાે કે ગત ૧૫ માર્ચ પછી તમામ શ્રમિકોને વેતન મળ્યું નથી. આ બાબતે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતો તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મનરેગાની ગ્રાન્ટ ઉપલબ્ધ ના હોવાના કારણે તાલુકાના તમામ શ્રમિકોનું વેતન અટકાઈ ગયું છે. જ્યારે શ્રમિકોનું કહેવું છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઑ ગામડામાં રહેતા શ્રમિક પરિવારોને સત્વરે પોતાની મજૂરીના નાણાં મળે તે દિશામાં કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરી ગરીબ પરિવારોની મદદ કરે તેવી માગ છે.