પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશમાં 21મી જૂન ના રોજ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના પગલે દેશભરમાં આજરોજ શુક્રવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરાવવામાં આવ્યા હતા.

જેમાં ઉપસ્થિત અધિકારી, પદાધિકારી શાળાના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પણ યોગાસન કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રેખાબેન ચૌધરી, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી, પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર નવનીતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.