પાલનપુર ખાતે મહિલા સ્વ રોજગાર મેળો યોજાયો
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન સપ્તાહ અંતર્ગત પાલનપુર ખાતે મહિલા સ્વ રોજગાર મેળો યોજવામાં આવ્યોહતો. જેમાં વિવિધ કંપનીઓ દ્વારા મહિલાઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.નારી વંદન ઉત્સવનો આજે ત્રીજાે દિવસ છે. જે મહિલા સ્વાવલંબન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આજે પાલનપુર ખાતે મહિલા અનેબાળ વિકાસ વિભાગ અને રોજગાર કચેરીના સયુંકત ઉપક્રમે મહિલાસ્વરોજગાર મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કંપનીઓ અને એન.જી.ઓ. દ્વારા લાયકાત ધરાવતી મહિલાઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વ રોજગાર મળે તે માટે બહેનોને તાલીમ આપ વામાં આવશે તેવું જિલ્લા મહિલાઅને બાળ વિકાસ અધિકારીસુલોચનાબેન પટેલે જણાવ્યું હતું. આ મેળામાં નારી સશક્તિકરણના એવોર્ડ અપાયા હતા. જ્યારે સ્વરોજગાર માટે બહેનોને લોન ના ચેક પણ અર્પણ કરાયા હતા. આમ, બહેનોને આર્ત્મનિભર કરવા માટેનામહિલા સ્વરોજગાર મેળાને વ્યાપક આવકાર સાંપડ્યો હતો.