થરાદમાં મહિલાઓએ : પશ્ચિમ બંગાળામાં મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તન સામે વિરોધ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં મહિલાઓએ સુત્રોચચ્ચાર સાથે પ્રાંતકચેરીએ આવેદનપત્ર આપ્યું: થરાદમાં મહિલાઓએ નાયબ કલેકટરના માધ્યમથી સરકારને મોકલેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી, કૂચબિહાર અને ઉત્તર દિનાજપુર (ચોપરા) માં બનેલી ધટનાથી અમે અત્યંત દુખી છીએ તેથી અમો તમને આ મેમોરેન્ડમ મોકલી રહ્યા છીએ.

થરાદની મહિલા આગેવાનોએ નાયબ કલેકટરના માધ્યમથી પગલાં ભરવા કેન્દ્ર સરકારને મોકલેલા આવેદનનપત્રમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસેને દિવસે બગડતી સ્થિતિ એ ગંભીર ચિંતાનો વિષય છે.લાગે છે કે કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોષ પુરતી સીમિત બની ગઈ છે. સંદેશખાલી, કૂચબિહાર અને ઉત્તર દિનાજપુર (ચોપરા)ની ઘટનાઓ સંસ્કારી સમાજ માટે શરમજનક બાબત છે. નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદાને પાત્ર છે. ભારતીય બંધારણનો ભંગ કરતી આ ઘટનાઓ આપણને તાલીબાન શાસનની યાદ અપાવે છે.

મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય અત્યાચાર અને અપમાનથી અમે તમામ મહિલાઓ ખુબજ વ્યથિત અને ચિંતિત છીએ. આપ આ સમગ્ર ઘટનામાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરી ઘટના વિષે કાયદાકીય તપાસ કરાવો તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર અને પુનઃ સ્થાપના માટે અસરકારક વ્યવસ્થા કરવા પણ આપને વિનંતી છે. અમે આ સમગ્ર મામલાની નિંદા કરીએ છીએ અને કૃપા કરીને આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શક્ય એટલી વહેલી તકે જરૂરી પગલા ભરવા ન્યાય અને કાયદાના શાસનની પુનઃ સ્થાપનાની આશા સાથે નમ્ર અપીલ કરીએ છીએ. આ પ્રસંગે કલાવતીબેન રાઠોડ,શારદાબેન ભાટી સહિત મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.