
પાલનપુરમાં મહિલાના મોતનો ઢંઢેરો પિટાયો : પોલીસે તપાસ્યું તો ઘરમાંથી જીવિત નીકળી
પાલનપુર તાલુકાના વેડંચા ગામના વતની અને પાલનપુર ખાતે રહેતા જીતેન્દ્રભાઈ બચુભાઈ પટેલના પત્ની રંજનબેન ગુમ થયાની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે જીતેન્દ્રકુમાર બચુભાઈ પટેલે નોંધાવી હતી.દરમ્યાન ઘરમાં તપાસ કરતાં પલંગ નીચે તેણીની મળી આવેલ અને તેણીની મરણ ગયેલ હોય તેવી વાત જીતેન્દ્રભાઈએ સગાં સ્નેહીઓને કરી હતી. દરમ્યાન રંજનબેન દ્વારા વોટ્એપ મસેજ કરી અને પોતે કંટાળી ગયેલ હોવાનુ જણાવતા બંને પક્ષના લોકો એકત્ર થયેલ જ્યાં માહોલ ગરમાતાં પોલીસ દોડી આવી અને તપાસ કરતાં રંજનબેન જીવિત મળી આવતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયેલ જ્યાં તેણીએ તાલુકા પોલીસને જણાવેલ વિગતે તેણીના પતિ સહીત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત બનાવ અંગે નોંધાયેલ ફરિયાદની વિગત એવી છેકે પાલનપુરમાં આંખની હોસ્પિટલના સર્જન ડૉ.બચુભાઈ પટેલના પુત્ર જીતેન્દ્રભાઈના લગ્ન 21 વર્ષ અગાઉ મેસર ગામના કામરાજભાઈ પટેલની દિકરી રંજનબેનના લગ્ન થયા હતાં.