
વડગામ તાલુકામાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદથી વ્યાપક નુકશાન
રવિવાર સાંજે ધાન્ધારના વડગામ તાલુકામાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે સાથે કરા પણ પડયા હતા. વાવાઝોડાથી ઉનાળુ પાકો સાથે ઠેર ઠેર વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું આદર્શ ખેડૂત ફતાભાઈ ચેલાભાઈ કરેણ (પુવૅ સરપંચ વણસોલ) એ જણાવ્યું હતું.વાવાઝોડાને લીધે વીજ લાઈનોને નુકસાન થતાં અંધાર પટ છવાયો હતો. દરમિયાન ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ વડગામના ઈજનેર અજયસિંહ સોલંકીના માગૅદશૅન હેઠળ સોમવારે સવારે ગણત્રીના સમયમાં ડેમેજ થયેલ વિજ લાઈનોનું રીપેરીંગ કામ પુર્ણ કરી પુનઃ વિજ પુરવઠો કાયૅરત કરી ગ્રાહકોની સંતોષ પુણૅ કામગીરી કરેલ હતી. તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈ ચૌધરીએ સ્થળ મુલાકાત લઈ નુકશાનનો અહેવાલ તૈયાર કરવા તલાટી કમ મંત્રીઓને જાણ કરી હતી.