કાંકરેજ તાલુકામાં લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢતા તત્વો સામે તંત્રની ચુપકીદી કેમ
કાંકરેજ તાલુકાના બનાસ નદી પટ્ટ વિસ્તારના ગામડાઓમાં આડેધડ જેસીબી જેવા અધ્યતન સાધનો દ્વારા બિનકાયદેસર રેત ખનન કરી ટ્રક ટર્બા ટ્રેકટર દ્વારા ઓવરલોડ ભરી ઉપર આવરણ ઢાંક્યા વગર રેતની હેરાફેરી ચોવીસ કલાક થતાં જે તે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
સ્થાનિક નેતાઓ આગેવાનો કાર્યકરો વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવે છે. ત્યારે શું આ વિસ્તારમાં ચાલતી બિનકાયદેસર વૃક્ષ કટીંગ રેત ખાનનની પ્રવૃત્તિથી તેઓ અજાણ છે? વૃક્ષ પર્યાવરણ પ્રેમીઓ એકાદ ઝુંબેશ બિનકાયદેસર ચાલતી લિઝો રેત ખનન પ્રવૃત્તિ વૃક્ષ કટીંગ સામે ચલાવી સાચી ભાવના બતાવશે ખરા કાંકરેજ તાલુકામાં વૃક્ષારોપણ તો બહુ થાય છે. પણ વૃક્ષ ઉછેર માટે કોણ ઝુંબેશ ચલાવશે? વૃક્ષારોપણ તેના જતન ઉછેર માટે આખું તંત્ર સરકાર દ્વારા રચાયેલ છે. તેમને આડેધડ કપાતાં અને લાટી બજારમાં ઠલવાતા વાહનો જથ્થો કેમ દેખાતાં નથી.
શું બિનકાયદેસર રેત ખનન અને વૃક્ષ કટીંગ પ્રવૃત્તિ લોકમુખે ચર્ચાતી વાત મુજબ લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિથી જ ચાલે છે. જે વિસ્તારનો રેત વૃક્ષ કટીંગ કરતો ઇસમ પ્રસાદી તપાસકર્તા અધિકારીને ના આપે તો તેના વાહનો સાધનો પકડવામાં આવતાં હોવાનો લોકોએ આક્રોશ વ્યક્ત કરે છે.