થરાદની પ્રગતિનગર સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ નગરપાલિકા કયારે જાગશે
થરાદ નગરપાલિકા ને અનેક રજૂઆત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી : થરાદ નગરપાલિકાના વેરા સમયસર ભરીને નગરપાલિકા ને સહકાર આપતા પ્રગતિનગર ના રહેવાસીઓ થરાદ નગરપાલિકા પાસે પ્રાથમિક સુવિધા સફાઇ જેવી માગણી કરવામાં આવેલ છતાં નગરપાલિકા સાંભળવા તૈયાર નથી. થરાદ નગરપાલિકાની જવાબદારી બને છે કે સોસાયટીના રહીશોની માગણી ગંદકી હટાવવાની કામગીરી કરવી.
જોકે થરાદ ની પ્રગતિનગર સોસાયટીમા પાણી ખુલ્લે આમ રોડ પર ઉભરાય છે અને ગંદકી ખૂબ જ ફેલાઈ રહેલ છે જેનાથી ખૂબ જ મચ્છર તેમજ માખીઓ થઈ છે જોકે આસપાસ સોસાયટીના બાળકો ને ચાંદીપુરા વાયરસ થવાનો સ્થાનિક લોકો ને ભય સતાવી રહ્યો છે જેથી સ્થાનિક દ્વારા નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં પણ કોઈપણ સાફ-સફાઈ કે અહીંયા ગટરનું નિવારણ લાવી શકતા નથી. નગરપાલિકા ચીફ ઓફિસર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે કે પછી બાળકો બિમારી નો ભોગ બનશે તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશે તેમ રહીશો એ જણાવ્યું હતું.