ડીસા શહેરના લોકોને રખડતા પશુઓથી છુટકારો કયારે ?

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, ડીસા શહેરમાં રખડતા પશુઓની પેચદી સમસ્યા વણસી રહી છે. સાથે હાઈવે પર પણ રખડતા પશુઓના ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ રખડતા પશુઓએ અડફેટે લેતા એક બાળકી સહિત આઠ લોકોને ગંભીર ઈચ્છા પહોંચી હતી. જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ડીસા શહેરમાં ઠેરઠેર રખડતા પશુઓ અડીંગો જમાવી લીધો છે. જેમાં ઘણી વખત આખલા યુદ્ધ ખેલાય છે. જેના કારણે વાહનચાલકો સહીત રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જાય છે અને લોકો પશુઓ અડફેટે ઘાયલ પણ થાય છે ત્યારે પશુઓને નાથવા નગરપાલિકા પણ નિષ્ફળ જઇ રહી છે. શહેરમાં ઠેરઠેર રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.

જેને લઇ છાશવારે શહેર અને હાઈવે પર અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ડીસા શહેરમાં અનેક વખત આંદોલન થયા છે. લોકોએ ફરિયાદો કરી છે. નાયબ કલેક્ટરે જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે. તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. ચોમાસુ ઋતુમાં પશુ ખુલ્લી જગ્યા વધારે પસંદ કરતા હોવાથી અનેક રખડતાં ઢોરો હાઈવે પર આવી શરણુ લેતા હોય છે.

જેને લઇ રાત્રિના સમય દરમિયાન અજાણ્યા વાહન ચાલકો માટે રખડતાં પશુઓ યમદૂત બની રહયા છે. વાહનચાલકો પાસેથી મસ મોટો રોડ ટેક્સ ઉપરાંત ટોલ રોડના ટોલટેક્સ લેવામાં આવતો હોવા છતાં હાઈવે ઉપર વાહન ચાલકોને પૂરતી સેફટી મળતી નથી અને અનેકવાર રખડતા પશુઓના અથડાતા વાહનચાલકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ક્યારેક મોટા વાહનની અડફેટમાં પશુઓ પણ મોતને ભેટતા હોય છે. આ બાબતે અનેકવાર તંત્ર આગળ જાગૃત નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં શહેરમાં તથા હાઈવે વિસ્તારો પર રખડતા પશુઓથી છુટકારો મળતો નથી.

રખડતા પશુઓની સમસ્યા હલ ન થતા જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી
શહેરમાં રખડતા પશુઓનું નિયંત્રણ કેમ થતું નથી ? જેવા અનેક સવાલો પ્રજાજનોમાં ઉદભવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે પરંતુ નગરપાલિકાની ઢીલી નીતિ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે શહેરમાં દિન પ્રતિદિન રખડતા પશુઓના નિયંત્રણના બદલે સમસ્યા વધી રહી છે. જેથી જાગૃત નાગરિક યોગેશભારથી ગોસ્વામીએ રખડતા પશુઓની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ ગયેલા નગરપાલિકાના ચીફ ઓફિસર અને રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે જે વિભાગની જવાબદારી હોય તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં પીછે હઠ થશે તો હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે.

રખડતા પશુઓ કોઈને ઇજાગ્રસ્ત કરે તો ભારતીય ફોજદારી ધારાની કલમ ૨૮૯ મુજબ ગુનો બને છે
ડીસા શહેરમાં અને હાઇવે પર રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઇ ડીસા જાગૃત નાગરિક અને જાણીતા વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટે વારંવાર ટકોર કરી છે. તેમ છતાં પણ નગરપાલિકા આ બાબતે કોઈ જ ગંભીરતા દાખવતી નથી. જેના કારણે કેટલી વખત રખડતા પશુઓ લોકોને ઇજા પહોંચાડે છે અને તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે. ત્યારે રખડતા પશુઓથી કોઈને ઇજાગ્રસ્ત કરે તો જે ભારતીય ફોજદારી ધારાની કલમ ૨૮૯ મુજબ ગુનો બને છે.

છેલ્લા ત્રણ દિવસમાં એક બાળકી સહિત આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.