
વહેપારીઓને પરેશાન કરતા જીએસટી સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું ઃ સંજય રબારી
(રખેવાળ ન્યૂઝ)ડીસા, ડીસા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ગોવાભાઇ રબારીએ પ્રચારના અંતિમ દિવસે શહેરના મુખ્ય બજારોના વેપારીઓનો ડોર ટુ ડોર પ્રચાર કરી કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. પ્રચારના અંતિમ તબક્કામાં વહેલી સવારે ડીસાના સાઈબાબા મંદિરના દર્શન કરી કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રબારીએ પગપાળા રોડ શોની શરૂઆત કરી હતી મોટી સંખ્યામાં સમર્થકો ની વચ્ચે ડોર ટુ ડોરમાં મુખ્ય બજારના તમામ દુકાનદારોને રૂબરૂ મળી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી આવતીકાલે પાંચ ડીસેમ્બર ના મતદાન યોજવાનું છે ત્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ડોર ટુ ડોર પ્રચાર વેગમાન બનાવી જનસમર્થન થકી મતદારો પર પકડ મજબૂત કરતા બજારમાં પણ ચોમેરથી કોંગ્રેસના ઉમેદવારને આવકારો મળી રહ્યો હતો આ અગે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રબારીએ વેપારીઓને કહ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જીએસટી સહિતની અન્ય વેપારીઓની તકલીફો દૂર કરવાની ખાત્રી આપી છુ ત્યારે હકારાત્મક જવાબ સાથે વેપારીઓ એ પણ કોંગ્રેસના ઉમેદવારને સારું સમર્થન આપ્યું હતું. આ રોડ શોમાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ નરસિંહભાઈ દેસાઈ પ્રકાશભાઈ ભરતીયા સહિત કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમર્થકો,મતદારો પણ જોડાયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર સહિતના અનેક સ્પર્શતા મુદ્દાઓ ભાજપ પક્ષને ભારે પડશે જેના કારણે ઠેર ઠેર વ્યાપક જન સમર્થન મળ્યું છે. જેથી અમો વિજય નો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છીએ તેમ કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈએ જણાવ્યું હતું.
ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ગોવાભાઇ રબારી કહ્યું હતું કે શનિવારે શહેરમાં ભવ્ય લોકસંપર્ક રેલી યોજાઇ હતી જેમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને યુવાન મિત્રો સાથે વેપારી મિત્રોને મળીને ખુબજ મીઠો આવકારો,લાગણી, પ્રેમ અને આશિર્વાદ થકી મેં ધન્યતા અનુભવી છે.
ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવારનો યોજાયેલા જન સંપર્ક યાત્રામાં રાજસ્થાન સરકારના બે કેબીનેટ ના મંત્રીઓએ પણ હાજરી આપી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે અપીલ કરી હતી.