પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ગતરાત્રે વરસાદ વરસ્યા બાદ પાણી ભરાતા ટ્રાફિકજામ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ રાત્રે પડેલા વરસાદના કારણે પાલનપુરના હનુમાન ટેકરી બિહારી બાગ મલાણા પાટીયા સહિતના આબુ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ સામે આવ્યા છે. આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જેના કારણે હાઇવે પર પાંચ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી જે મામલે પાલનપુર સીટી મામલતદાર અને પશ્ચિમ પોલીસ સ્ટાફ પાણી નિકાલની વ્યવસ્થા કરવા લાગ્યો હતો. હાઈવે પર લાગેલી પાંચ કિલોમીટર સુધીની ટ્રાફિકને પોલીસે નિયંત્રણ કરવાની કામગીરી શરૂ કરી છે.

પાલનપુર નગરપાલિકા દ્વારા મશીન મૂકી પાણીને નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી છે પાલનપુર મામલતદાર અને પોલીસ ઘટના પહોંચી અને તંત્રને પાણીનો નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. જોકે સ્થાનિક લોકોની માંગ છે કે અવારનવાર સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જતા હોય છે તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જો સત્વરે પાણીનો નિકાલ કરવા માં જેથી કરીને અગામી ચોમાસામાં પાણી ન ભરાય ને વાહન ચાલકો ને તેમજ સ્થાનિકો ને મુશ્કેલી ઓ ન વેઠવી પડે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.