
દાંતીવાડા ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી બનાસ નદીમાં છોડાશે
ચાલુ સિઝનમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના લીધે દાંતીવાડા જળાશય ભરાઈ ગયું છે અને હાલમાં ઉપરવાસમાંથી પણ પાણીની આવક ચાલુ હોવાના લીધે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા પાણી દરવાજો ખોલી બનાસ નદીમાં છોડવામાં આવશે. દાંતીવાડા ડેમની શુક્રવારે બપોરે લેવલ સપાટી ૬૦૩.૯૫ ફૂટ એ પહોંચી છે.
જેનો જથ્થો ગણતા આશરે ૯૯.૮૫ ટકા થાય તેમ છે જેથી ડેમની ક્ષમતા ૬૦૪ ફૂટ છે આ ઉપરાંત ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે દાંતીવાડા ડેમમાંથી પાણી બનાસ નદીમાં છોડવામાં આવશે જેથી નદીપટમાં રહેતા લોકોને ત્યાંથી દૂર જતું રહેવું અને નદીમાં કોઈએ જવું નહીં તેમજ નાવા માટે પણ ન જવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.