
થરાદના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: શિવનગર વીડીના રહેણાક મકાનની દિવાલ ધરાશાયી થઈ
છેલ્લા પાંચ દિવસથી સળંગ ચાલી રહેલા વરસાદથી થરાદના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શિવનગર વીડી વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા હતા. આ વિસ્તારમાં એક મકાન પણ પડી ગયું હતું. નશીબ જોગ કોઇ જાનહાનિ થઈ ન હતી.
ભાદરવા માસની એકમથી ચાલુ થયેલા આ વરસાદને લઇ થરાદ વીડી, આશાપુરી વાસ તેમજ કૃષ્ણનગર ભીલવાસના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે રહીશો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. થરાદ વીડી વિસ્તારમાં કેનાલ બન્યા પછી બહુજ પાણી ભરાઇ જાય છે. ખાસ બે ત્રણ ઘરોમાં તો ત્રણ ત્રણ દિવસ સુધી બે બે ફૂટ પાણી ભરાયેલુ પડી રહ્યું હતું.મોરારદાન ગઢવી તેમજ ભુરાભાઇ સુથારના ઘરોમાં બે દિવસ સુધી પાણી સુકાયુ ન હતું. આ વિસ્તારમાં પ્રવિણદાન ગઢવીનું રહેણાકનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. નસીબ જોગ કોઇ જાન હાની થઈ નથી.